Not Set/ પાકિસ્તાનનો આ ઓપનર બેટ્સમેન ડોપ ટેસ્ટમાં થયો ફેલ : રિપોર્ટ

નવી દિલ્હી, પાકિસ્તાન ક્રિકેટ ટીમના ઓપનર બેટ્સમેન અહમદ શહજાદને ડોપ ટેસ્ટમાં ફેલ થવાના કારણે તેને છ મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવી શકે છે. અહમદ શહજાદ પર આરોપ છે કે, તેને ડોપિંગ વિરોધી કાયદાઓનું ઉલ્લંઘન કર્યું છે અને આ અંગે કાર્યવાહી પણ કરવામાં આવી શકે છે. ડોપિંગ ટેસ્ટમાં ફેલ થયા બાદ અહમદ શહજાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ […]

Sports
Ahmed Shahzad પાકિસ્તાનનો આ ઓપનર બેટ્સમેન ડોપ ટેસ્ટમાં થયો ફેલ : રિપોર્ટ

નવી દિલ્હી,

પાકિસ્તાન ક્રિકેટ ટીમના ઓપનર બેટ્સમેન અહમદ શહજાદને ડોપ ટેસ્ટમાં ફેલ થવાના કારણે તેને છ મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવી શકે છે. અહમદ શહજાદ પર આરોપ છે કે, તેને ડોપિંગ વિરોધી કાયદાઓનું ઉલ્લંઘન કર્યું છે અને આ અંગે કાર્યવાહી પણ કરવામાં આવી શકે છે.

ડોપિંગ ટેસ્ટમાં ફેલ થયા બાદ અહમદ શહજાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા ગઠન કરવામાં આવેલી તાપસ સમિતિ સમક્ષ રજૂ થશે.

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) દ્વારા જણાવવામાં આવ્યું, “એક ખેલાડી કથિત રીતે ડોપ ટેસ્ટમાં ફેલ થયો છે, પરંતુ ICCના નિયમ અનુસાર, “જ્યાં સુધી સરકારની એન્ટી ડોપિંગ એજન્સી દ્વારા આ મામલે કોઈ પૃષ્ટિ કરવામાં આવતી નથી ત્યાં સુધી તે ખેલાડીનું નામ ઉજાગર કરવામાં આવશે નહિ. આગામી બે-ત્રણ દિવસોમાં અમને આ મામલે જવાબ મળશે”.

જો કે આ તમામ માહિતી વચ્ચે PCB દ્વારા અહમદ શહજાદના ડોપ ટેસ્ટમાં ફેલ થવા બાબતે કોઈ ઓપચારિક નિવેદન આપવામાં આવ્યું નથી, પરંતુ પાકિસ્તાનના લોકલ અખબારોમાં તેના નામનો ખુલાસો કરવામાં આવ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ગાંજાના સેવન કરવાના કારણે તે ડોપ ટેસ્ટમાં ફેલ થયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અપ્રિલ-મે મહિનામાં પાકિસ્તાનની ડોમેસ્ટિક ટુર્નામેન્ટમાં આ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ ટુર્નામેન્ટમાં શહજાદ ખૈબર પખ્તુંનવા ટીમની ભાગ હતો.

ટેસ્ટમાં ફેલ થયા બાદ લાગી શકે છે બે વર્ષનો પ્રતિબંધ

પાકિસ્તાનના મીડિયા રિપોર્ટ અનુસાર, “જે ખેલાડીના લોહીના નમૂના લેવામાં આવ્યા છે અને જયારે આ ટેસ્ટમાં ફેલ થવાની પૃષ્ટિ થઇ શકે છે ત્યારે તેઓ પર બે વર્ષનો પ્રતિબંધ લાગી શકે છે.

 પાકિસ્તાનના આ ખેલાડીઓ ડોપ ટેસ્ટમાં થઇ ચુક્યા છે ફેલ

મહત્વનું છે કે, આ પહેલા પાકિસ્તાનના રજા હસન ડોપ ટેસ્ટમાં ફેલ થયા બાદ બે વર્ષનો પ્રતિબંધ ઝીલી ચુક્યો છે. આ ઉપરાંત સ્પિન બોલર યાસિર શાહ એ અબ્દુર રહેમાન પણ ૩-૩ મહિનાનો પ્રતિબંધ ઝીલી ચુક્યા છે.