Not Set/ આજનો દિવસ ભારતના ક્રિકેટ માટે છે ખાસ, જયારે ધોનીએ સિક્સર ફટકારી ટીમને બનાવી હતી વર્લ્ડ ચેમ્પિયન

દિલ્લી, ૨ એપ્રિલનો દિવસ ભારતના ક્રિકેટ ઈતિહાસમાં એક આગવું સ્થાન ધરાવે છે. કારણ કે આ જ દિવસે ૭ વર્ષ પહેલા ૨ એપ્રિલ, ૨૦૧૧ના રોજ ભારત વિશ્વ ક્રિકેટમાં વર્લ્ડ ચેમ્પિયન બન્યું હતું. ૧૯૮૩ બાદ ૨૮ વર્ષના લાંબા સમયગાળા બાદ ભારત બીજી વાર વર્લ્ડકપ જીતવામાં સફળ રહ્યું હતું. ૨૦૧૧માં વર્લ્ડકપ જીત્યા બાદ ભારતીય ટીમ વેસ્ટઇન્ડીઝ અને ઓસ્ટ્રેલિયા […]

Sports
cghhg આજનો દિવસ ભારતના ક્રિકેટ માટે છે ખાસ, જયારે ધોનીએ સિક્સર ફટકારી ટીમને બનાવી હતી વર્લ્ડ ચેમ્પિયન

દિલ્લી,

૨ એપ્રિલનો દિવસ ભારતના ક્રિકેટ ઈતિહાસમાં એક આગવું સ્થાન ધરાવે છે. કારણ કે આ જ દિવસે ૭ વર્ષ પહેલા ૨ એપ્રિલ, ૨૦૧૧ના રોજ ભારત વિશ્વ ક્રિકેટમાં વર્લ્ડ ચેમ્પિયન બન્યું હતું. ૧૯૮૩ બાદ ૨૮ વર્ષના લાંબા સમયગાળા બાદ ભારત બીજી વાર વર્લ્ડકપ જીતવામાં સફળ રહ્યું હતું.

૨૦૧૧માં વર્લ્ડકપ જીત્યા બાદ ભારતીય ટીમ વેસ્ટઇન્ડીઝ અને ઓસ્ટ્રેલિયા પછી ત્રીજી ટીમ બની હતી જેને બે અથવા બે થી વધુ વર્લ્ડ ચેમ્પિયન બનવાનું નામ પોતાના નામે કર્યું હતું.  

10953 flying આજનો દિવસ ભારતના ક્રિકેટ માટે છે ખાસ, જયારે ધોનીએ સિક્સર ફટકારી ટીમને બનાવી હતી વર્લ્ડ ચેમ્પિયન

આ વર્લ્ડકપ દરમિયાન ભારતે સર્જી હતી રેકોર્ડની વણઝાર

૨૦૧૧ વર્લ્ડકપની ફાઈનલ મેચ ભારત અને શ્રીલંકા વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. જ્યાં ભારતે શ્રીલંકાને હરાવીને ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા હતા.

  • ભારત આ વર્લ્ડકપની જીત સાથે તે પહેલી યજમાન ટીમ બની હતી કે તે વર્લ્ડ ચેમ્પિયન બની હતી. આ પહેલા કોઈ પણ ક્રિકેટની ટીમે પોતાની ધરતી પર વર્લ્ડકપ જીત્યો ન હતો.
  • ૨૦૧૧ વર્લ્ડકપ ફાઈનલમાં ટાર્ગેટનો (૨૭૫ રન) પીછો કરતા ચેમ્પિયન બનનારી ત્રીજી ટીમ હતી. ફાઈનલ મેચમાં ભારતે શ્રીલંકાને ૬ વિકેટે હરાવી ખિતાબ પોતાના નામે કર્યો હતો.
  • અત્યારસુધી વર્લ્ડકપની ફાઈનલ મેચમાં સદી બનાવવાવાળી ટીમ જ ચેમ્પિયન બનતી હતી. પરંતુ ઈ પહેલીવાર બન્યું હતું જ્યાં સદી એળે ગઈ હતી. શ્રીલંકાના મહેલા જયવર્દેનેએ અણનમ ૧૦૩ રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી પરંતુ શ્રીલંકા જીતવામાં અસફળ રહ્યું હતું.

કેપ્ટન કુલ એમ એસ ધોનીની શાનદાર ઇનિંગ્સ

dhoni 4 040218085134 આજનો દિવસ ભારતના ક્રિકેટ માટે છે ખાસ, જયારે ધોનીએ સિક્સર ફટકારી ટીમને બનાવી હતી વર્લ્ડ ચેમ્પિયન

શ્રીલંકા દ્વારા આપવામાં આવેલા ૨૭૫ રનના વિશાળ ટાર્ગેટનો પીછો કરતા ભારતે ૧૧૪ રન પર જ ૩ વિકેટ ગુમાવી દીધી હતી. આ સમયે ક્રીઝ પર ગૌતમ ગંભીર હતો અને તેનો સાથ આપવા માટે યુવરાજ સિંહને મેદાનમાં આવવાનું હતું. પરંતુ તમામને હેરાન કરતા ભારતીય કેપ્ટન એમ એસ ધોની યુવરાજ કરતા પહેલા ક્રીઝ પર આવ્યો હતો. ત્યારબાદ પૂરી મેચ દરમિયાન ધોનીએ ૯૧ રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી અને તે મેન ઓફ ધ મેચ પણ રહ્યો હતો.

સિક્સર લગાવીને ટીમને અપાવ્યો વિજય

ફાઈનલ મેચમાં ચોથી વિકેટ માટે ધોની અને ગંભીર વચ્ચે ૧૦૯ રનની વિજયી પાર્ટનરશિપ થઇ હતી. ગૌતમ ગંભીરે ૯૭ રનની યાદગાર ઇનિંગ્સ રમી હતી, જયારે કેપ્ટન ધોનીએ ૭૯ બોલમાં ૯૧ રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી. આ ઇનિંગ્સ દરમિયાન ધોનીએ ભારત મેચ જીતવાની નજીક પહોચી ગયું હતું. ત્યારે વિજયી સિક્સર લગાવીને ટીમને ટીમને ૨૮ વર્ષ બાદ વર્લ્ડચેમ્પિયન બનાવી હતી.