Not Set/ #INDvsNZ : આવતીકાલે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે પ્રથમ વન-ડે

નેપિયર, ઓસ્ટ્રેલિયામાં રમાયેલી ત્રણ મેચની શ્રેણીમાં જીત મેળવ્યા બાદ ભારતીય ટીમ ન્યુઝીલેન્ડના પ્રવાસે છે, ત્યારે તેઓનો પ્રથમ મુકાબલો બુધવારના રોજ નેપિયરમાં રમાશે. ભારતીય સમય અનુસાર સવારે ૭.૩૦ વાગ્યે આ મેચ શરુ થશે. જો કે આ મુકાબલા પહેલા બંને ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને કેન વિલિયમસને વન-ડે ટ્રોફી સાથે ફોટો ખેચાવ્યો હતો. જોવામાં આવે તો, અત્યારસુધી […]

Top Stories India Trending
#INDvsNZ : આવતીકાલે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે પ્રથમ વન-ડે

નેપિયર,

ઓસ્ટ્રેલિયામાં રમાયેલી ત્રણ મેચની શ્રેણીમાં જીત મેળવ્યા બાદ ભારતીય ટીમ ન્યુઝીલેન્ડના પ્રવાસે છે, ત્યારે તેઓનો પ્રથમ મુકાબલો બુધવારના રોજ નેપિયરમાં રમાશે. ભારતીય સમય અનુસાર સવારે ૭.૩૦ વાગ્યે આ મેચ શરુ થશે.

જો કે આ મુકાબલા પહેલા બંને ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને કેન વિલિયમસને વન-ડે ટ્રોફી સાથે ફોટો ખેચાવ્યો હતો.

DxgPzc U8AALbGk #INDvsNZ : આવતીકાલે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે પ્રથમ વન-ડે

જોવામાં આવે તો, અત્યારસુધી ન્યુઝીલેન્ડની ધરતી પર ભારતીય ટીમનો રેકોર્ડ ખુબ ખરાબ રહ્યો છે. આ પહેલા વર્ષ ૨૦૧૪માં એમ એસ ધોનીની કેપ્ટનશિપ હેઠળ ટીમ ઇન્ડિયાએ ન્યુઝીલેન્ડ સામેની સિરીઝ ૦-૪થી ગુમાવી હતી.

આ ઉપરાંત ન્યુઝીલેન્ડ સામેની છેલ્લી ૬ વન-ડેમાં ભારતને એક પણ મેચમાં જીત મળી નથી તેમજ બ્લેકકેપ સામે અંતિમ વન-ડે ૧૧ માર્ચ, ૨૦૦૯ના જીતી હતી, જેમાં ભારતે ૮૪ રનથી વિજય મેળવ્યો હતો.