Not Set/ વિશ્વ બેડમિન્ટન ચેમ્પિયનશિપ : ભારતના કિદાંબી શ્રીકાંત અને સાઈન નહેવાલની આગેકૂચ

ભારતના ટોચના પુરુષ બેડમિન્ટન ખેલાડી કિદાંબી શ્રીકાંતે સારી શરુઆત કરતા આજે વિશ્વ બેડમિન્ટન ચેમ્પિયનશિપના બીજા તબક્કામાં પ્રવેશ કરી લીધો છે. તેમજ સાઈના નહેવાલે પણ મહિલા સિંગલ્સના બીજા રાઉન્ડમાં તુર્કીની અલિયે ડેમિરબેગને 21-17, 21-8થી હરાવીને આગામી રાઉન્ડમાં પ્રવેશ કરી લીધો છે. આ ઉપરાંત સાત્વિકસાઇરાજ રંકીરેડ્ડી અને અશ્વિની પોનપ્પાની જોડીએ પણ મિક્સ્ડ ડબલ્સમાં જીત મેળવીને પ્રિ-ક્વાર્ટર ફાઈનલમાં જગ્યા બનાવી લીધી […]

Trending Sports
kidambisrikanth sainanehwal getty812 750 વિશ્વ બેડમિન્ટન ચેમ્પિયનશિપ : ભારતના કિદાંબી શ્રીકાંત અને સાઈન નહેવાલની આગેકૂચ

ભારતના ટોચના પુરુષ બેડમિન્ટન ખેલાડી કિદાંબી શ્રીકાંતે સારી શરુઆત કરતા આજે વિશ્વ બેડમિન્ટન ચેમ્પિયનશિપના બીજા તબક્કામાં પ્રવેશ કરી લીધો છે. તેમજ સાઈના નહેવાલે પણ મહિલા સિંગલ્સના બીજા રાઉન્ડમાં તુર્કીની અલિયે ડેમિરબેગને 21-17, 21-8થી હરાવીને આગામી રાઉન્ડમાં પ્રવેશ કરી લીધો છે.

આ ઉપરાંત સાત્વિકસાઇરાજ રંકીરેડ્ડી અને અશ્વિની પોનપ્પાની જોડીએ પણ મિક્સ્ડ ડબલ્સમાં જીત મેળવીને પ્રિ-ક્વાર્ટર ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. શ્રીકાંતે પુરુષ સિંગલ વર્ગના પ્રથમ તબક્કામાં આયર્લેન્ડના નહાત ગુયેનને સીધા સેટોમાં 21-15, 21-16થી હરાવીને જીત મેળવી છે. આગામી તબક્કામાં તેમનો સામનો સ્પેનના પાબ્લો આબિયાન સામે થશે.

676414 ashwini satwik cwg e1533049417991 વિશ્વ બેડમિન્ટન ચેમ્પિયનશિપ : ભારતના કિદાંબી શ્રીકાંત અને સાઈન નહેવાલની આગેકૂચ

સાત્વિકસાઇરાજ અને પોનપ્પાની જાડીએ બીજા તબક્કામાં જર્મનીની માર્ક લામ્સફુસ અને ઈસાબેલ હેર્ટરીકની જાડીને 10-21, 21-17, 21-18થી હરાવીને પ્રિ-ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે, જ્યાં તેનો સામનો મલેશિયાની ગોહ સૂન હુઆત અને શેવોન જેમીની જાડી સામે થશે.

crj4gq0waaame3i 1473048389 800 e1533049684565 વિશ્વ બેડમિન્ટન ચેમ્પિયનશિપ : ભારતના કિદાંબી શ્રીકાંત અને સાઈન નહેવાલની આગેકૂચ

 

મિક્સ્ડ ડબલ્સ વર્ગમાં પ્રણવ જૈરી ચોપડા અને એન સિક્કી રેડ્ડીની જોડીએ હારનો સામનો કરવો પડ્યો છે. પ્રણવ અને સિક્કીની જાડીને બીજા તબક્કામાં ઈંડોનેશિયાની હાફિઝ ફૈઝલ અને ગ્લોરીયા ઈમાનુએલની જાડીએ સીધા સેટોમાં 21-16, 21-4થી માત આપી બહાર કરી દીધી છે.