Not Set/ Sputnik V/ રશિયાની કોરોના રસીમાં સામે આવી સાઇડ ઇફેકટની જાણકારી

કોરોના સામેની લડાઇમાં રશિયાએ વિશ્વને સૌથી મોટી ખુશખબરી આપી છે. જો કે,પુતિનને બે દીકરીઓ મારિયા અને કેટરિના છે. વેક્સિન બંનેમાંથી કોણે આપવામાં આવી છે તે પુતિને સ્પષ્ટ નથી કર્યું. પણ તેમના જણાવ્યા પ્રમાણે,વેક્સીન આપ્યા બાદ તે સારું અનુભવી રહી છે. તેમાં મોટી સંખ્યામાં એન્ટિબોડીઝ બન્યા છે. વેક્સિનની ઘણા પ્રકારની તપાસ કરવામાં આવી છે અને તે […]

World
5068d750acf9cf7843ee72f33ee9d5e2 Sputnik V/ રશિયાની કોરોના રસીમાં સામે આવી સાઇડ ઇફેકટની જાણકારી
કોરોના સામેની લડાઇમાં રશિયાએ વિશ્વને સૌથી મોટી ખુશખબરી આપી છે. જો કે,પુતિનને બે દીકરીઓ મારિયા અને કેટરિના છે. વેક્સિન બંનેમાંથી કોણે આપવામાં આવી છે તે પુતિને સ્પષ્ટ નથી કર્યું. પણ તેમના જણાવ્યા પ્રમાણે,વેક્સીન આપ્યા બાદ તે સારું અનુભવી રહી છે. તેમાં મોટી સંખ્યામાં એન્ટિબોડીઝ બન્યા છે. વેક્સિનની ઘણા પ્રકારની તપાસ કરવામાં આવી છે અને તે સુરક્ષિત સાબિત થઈ છે.આ દાવો રશિયાના રાષ્ટ્રપ્રમુખનો છે.

પણ રશિયાના રાષ્ટ્રપતિએ જે કોરોના વેક્સિન સફળ હોવાનું એલાન કર્યુ છે. તેની તપાસ માત્ર ૩૮ લોકો પર જ કરવામાં આવી છે. તો બીજી તરફ સ્થાનિક મિડીયાના હવાલાથી. આ વેક્સિનના સાઇડ ઇફેક્ટની જાણકારી પણ સામે આવી છે. એક રીપોર્ટ પ્રમાણે માત્ર ૩૮ લોકોની તપાસ બાદ આ વેક્સિનને મંજૂરી આપી દેવામાં આવી છે. રશિયાની વેક્સિનમાં સાઇડઇફેક્ટની જે કહાની સામે આવી છે. તેમાં દુખાવો, સોજો, હાઇફીવરની તકલીફો જોવા મળી છે. તો બીજી તરફ અશક્તિ, એનર્જીની કમી, ભૂખ ન લાગવી, માથાનો દુખાવો, નાકબંધ થવું, ગળુ ખરાબ થવું, જેવી ફરિયાદો પણ સામે આવી છે. રીપોર્ટમાં દાવો કરાયો છે કે રશિયાના અધિકારીઓએ માત્ર ૪૨ દિવસના રીસર્ચમાં આ વેક્સિનને મંજુરી આપી દીધી છે. અને એટલા માટે જ એ ખબર નથી પડી શકી કે આ વેક્સિન કેટલી અસરકારક છે.

તો કોરોના મહામારી લેશે વિકરાળ રૂપ..?

વેક્સિનના રજીસ્ટ્રેશન માટે જે કાગળો આપવામાં આવ્યા હતા તેમાં લખવામાં આવ્યુ હતું કે મહામારી પર વેક્સિનના પ્રભાવને લઇને કોઇ ક્લિનીકલ સ્ટડી કરવામાં આવ્યુ નથી. જો કે પુતિને કહયુ હતુ કે વેક્સિન તમામ જરૂરી ટેસ્ટમાં પાસ થઇ ગઇ છે. રશિયાએ તેની કોરોના વેક્સિનનું નામ Sputnik V રાખ્યુ છે. અને કેટલાય દેશોમાં તેના સપ્લાયની તૈયારી પણ કરી લીધી છે. જોકે દુનિયાભરના વૈજ્ઞાનિકોએ રશિયાના આ પગલાંની ખુબ આલોચના કરી છે. વૈજ્ઞાનિકોને ડર છે કે વેક્સિન ખોટી અથવા ખતરનાક સાબિત થશે તો કોરોના મહામારી વધારે વિકરાળ સ્વરૂપ લઇ શકે છે.

પુતિને કહયુ હતુ કે વેક્સિન મુકયા બાદ તેમની દિકરીને થોડી વાર માટે તાવ આવ્યો. પણ રીપોર્ટ કહે છે કે વેક્સિનની સાઇડ ઇફેક્ટ તરીકે કેટલાય પ્રકારની મુશ્કેલીઓ આવે છે. અને આ મુશ્કેલીઓ વ્યક્તિના શરીરમાં વારંવાર આવે છે. અને લાંબા સમય સુધી તેના શરીરમાં રહે છે. રીપોર્ટ પ્રમાણે વેક્સિનની મોટાભાગની સાઇડ ઇફેક્ટ પોતાની રીતે સારી થઇ જાય છે. પણ સ્ટડીના ૪૨મા દિવસ સુધી સાઇડ ઇફેક્ટની ૩૧ ઘટનાઓ ચાલુ હતી. રીપોર્ટમાં એવો પણ દાવો કરાયો છે કે વેક્સિન આપ્યા બાદ ૪૨માં દિવસે પણ વોલીયન્ટર્સના શરીરમાં એન્ટીબોડીની માત્રા જે હોવી જોઇએ તેના કરતાં ઘણી ઓછી હતી.

તો બીજી તરફ ૧૮થી ઓછા અને ૬૦ વર્ષથી વધારે ઉંમરના લોકોને રશિયાની આ વેક્સિન લગાવવાની મંજૂરી આપવામાં નથી આવી. કારણ કે આવા લોકો પર વેક્સિનની શું અસર થશે તેની કોઇ જાણકારી નથી. તો પ્રેગ્નેંટ અને બાળકોને સ્તનપાન કરાવતી મહિલાઓને પણ વેક્સિન આપવામાં નહી આવે જો કે પહેલાંથી જ..ગંભીર બિમારીનો સામનો કરી રહેલા લોકોને પણ ખુબ જ સતર્કતા સાથે વેક્સિન આપવાની વાત કરવામાં આવી છે.

રશિયાની વેક્સિન કેટલી સુરક્ષિત છે..?

તો વેક્સિન સુરક્ષિત છે કે નહી તેના માટે દુનિયાભરના એક્સપર્ટ ફેઝ-૩ને ખુબ જ મહત્વનો ગણાવી રહયા છે. WHOનું પણ માનવુ છે કે ફેજ-૨ અને ફેજ-૩ના ટ્રાયલ પછી જ વેક્સિન સફળ છે કે અસફળ તેની સાચી જાણકારી મળી શકે છે. ખુદ રશિયાનું કહેવુ છે કે સાઉદી અરબ, યુએઇ, બ્રાઝિલ અને મેક્સિકોમાં આજથી રશિયાની વેક્સિનનો ફેજ-૩નો ટ્રાયલ શરૂ થઇ રહયો છે. ફેજ-૩ના ટ્રાયલમાં ૨૦૦૦ લોકોને સામેલ કરવાની વાત કરવામાં આવી છે. રશિયાના આરોગ્ય વિભાગે ૧૧ ઓગસ્ટે આપાતકાલીન નિયમો અંતર્ગત વેક્સિનને પહેલા અને બીજા ટ્રાયલના આધાર પર મંજુરી આપી છે. પણ પુતિને કહયુ કે તમામ પ્રકારની તપાસ કરી લેવામાં આવી છે.

રસીથી આવશે રિએક્શન.?

રશિયાની કોરોના વેક્સિનનું બીજી દવાઓ સાથે શું રીએક્શન આવે છે. તેના વિશે અત્યારે કોઇ પણ પ્રકારનું સ્ટડી કરવામાં આવ્યુ નથી. રશિયાની ગામલેયા ઇન્સ્ટીટયુટનું કહેવુ છે કે કાયદાકીય રીતે બાળકો પર વેક્સિન ટેસ્ટ કરતાં પહેલાં કેટલાય પ્રકારના કાગળો જમા કરાવવા પડે છે. તેમણે કહયુ કે રજીસ્ટ્રેશન થયા પછી જ હવે અમે તેને શરૂ કરવા જઇ રહયા છીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.