Not Set/ પાકિસ્તાનની ચેતવણી પછી શું ડરી ગયું શ્રીલંકા ? બુરખા પર પ્રતિબંધ અંગે ગોળગોળ જવાબ

શ્રીલંકા તેના બુરખા પર પ્રતિબંધના નિર્ણયમાંથી પાછળ હટી રહ્યું હોય તેવા સંકેતો મળી રહ્યા છે. થોડાક દિવસો પહેલા શ્રીલંકાએ રાષ્ટ્રીય સુરક્ષાનું કારણ આગળ ધરીને મુસ્લિમ મહિલાઓના બુરખા પર પ્રતિબંધ મુકવાની જાહેરાત કરી હતી. પાકિસ્તાને આની પર તીવ્ર પ્રતિક્રિયા આપી હતી અને મુસ્લિમ દેશોના નારાજ થવાની વાત કરી હતી. હવે શ્રીલંકાએ કહ્યું છે કે તેને બુરખા […]

Top Stories World
BURQA પાકિસ્તાનની ચેતવણી પછી શું ડરી ગયું શ્રીલંકા ? બુરખા પર પ્રતિબંધ અંગે ગોળગોળ જવાબ

શ્રીલંકા તેના બુરખા પર પ્રતિબંધના નિર્ણયમાંથી પાછળ હટી રહ્યું હોય તેવા સંકેતો મળી રહ્યા છે. થોડાક દિવસો પહેલા શ્રીલંકાએ રાષ્ટ્રીય સુરક્ષાનું કારણ આગળ ધરીને મુસ્લિમ મહિલાઓના બુરખા પર પ્રતિબંધ મુકવાની જાહેરાત કરી હતી. પાકિસ્તાને આની પર તીવ્ર પ્રતિક્રિયા આપી હતી અને મુસ્લિમ દેશોના નારાજ થવાની વાત કરી હતી. હવે શ્રીલંકાએ કહ્યું છે કે તેને બુરખા પર પ્રતિબંધ મુકવાની કોઇ ઉતાવળ નથી.

મંગળવારે શ્રીલંકાની કેબિનેટના પ્રવક્તા કેહેલિયા રામ્બુકાવેલાએ કહ્યું કે આ એક ગંભીર નિર્ણય છે જેની પર સહમતિ અને ચર્ચાની જરુર છે. તેમણે કહ્યું કે આ નિર્ણયને મુસ્લિમ સંગઠનોની સહમતિ અને ચર્ચા બાદ જ લાગુ કરવામાં આવશે. અમે આ પ્રસ્તાવને લઇને કોઇપણ પ્રકારની ઉતાવળમાં નથી. મહત્વનું છે કે શ્રીલંકાનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે કોલંબો સ્થિત પાકિસ્તાની રાજદૂતાવાસે આને લઇને સખત વાંધો ઉઠાવ્યો હતો. પાકિસ્તાને કહ્યું હતું કે આ એક વિભાજનકારી નિર્ણય છે અને આને શ્રીલંકા સહિત દુનિયાભરના મુસલમાનોની ભાવનાઓને ઠેસ પહોંચશે. પાકિસ્તાની રાજદૂત સાદ ખટ્ટકે ટ્વીટ કરીને કહ્યું હતું કે કોરોના મહામારીના કારણે શ્રીલંકા પહેલેથી જ આર્થિક મુશ્કેલીઓમાં ઘેરાયેલું છે અને આંતર રાષ્ટ્રીય મંચો પર પણ તેને પોતાની છબિને લઇને પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે સુરક્ષાના નામે આ પ્રકારના વિભાજનકારી પગલા લેવાથી અલ્પસંખ્યકોના માનવઅધિકારોને લઇને સવાલો ઉભા થશે.

ઉલ્લેખનીય છે કે ગત મહિને પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને શ્રીલંકાનો પ્રવાસ કર્યો હતો. આ પ્રવાસમાં ઇમરાન ખાને શ્રીલંકાની સરકારના એ નિર્ણયનું સ્વાગત કર્યું હતું જેમાં કોવિડથી મરનારા મુસલમાનોના શબોને દફનાવવાની અનુમતિ આપવામાં આવી હતી.