Gujarat Board/ ધો. 12 ગુજરાત બોર્ડનું સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઈટ…….

Top Stories Ahmedabad Gujarat Breaking News
Image 2024 05 09T092217.072 ધો. 12 ગુજરાત બોર્ડનું સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર

Ahmedabad News : ધોરણ 12 ગુજરાત બોર્ડનું સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયું છે. 82.45 ટકા પરિણામ જાહેર થયું છે. સૌથી વધુ પરિણામ છાલાનું 99.61 ટકા આવ્યું છે, જ્યારે સૌથી ઓછું પરિણામ ખાવડા 51.11 ટકા રહ્યું છે. રાજ્યમાં 1609 શાળાનું 100 ટકા પરિણામ આવ્યું છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર તા.9.5.2024 ના રોજ  સવારે 9 વાગ્યે જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ તેમનું પરિણામ પરીક્ષાનો બેઠક નંબર (સીટ નંબર) એન્ટર કરીને મેળવી શકશે. વિદ્યાર્થીઓ વોટ્સએપ નંબર 6357300971 ઉપર પોતાનો બેઠક નંબર મોકલીને પરિણામ મોકલી શકશે.વિદ્યાર્થીઓના ગુણપત્રક, પ્રમાણપત્ર અને S.R શાળાવાર મોકલવા અંગેની જાણ હવે પછી કરવામાં આવશે.

ગુજરાત બોર્ડ દ્વારા જાહેર કરાયેલા પરિણામમાં સાયન્સ (વિજ્ઞાન પ્રવાહ)માં મોરબી જિલ્લાનું સૌથી ઊંચું પરિણામ જાહેર થયું છે. વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 82.45 ટકા જ્યારે સામાન્ય પ્રવાહનું પરિણામ 91.93 ટકા પરિણામ જાહેર થયું છે. આ ઉપરાંત કુંભાણીયા કેન્દ્રનું સૌથી ઊંચુ પરિણામ આવ્યું છે. સામાન્ય પ્રવાહમાં બોટાદ જિલ્લાનું સૌથી ઊંચું પરિણામ. આજે જાહેર થયેલા પરિણામમાં વિજ્ઞાન પ્રવાહમાં A1 ગ્રેડ સાથે 1034 વિદ્યાર્થીઓ પાસ થયા છે. 2023ની તુલનાએ વિજ્ઞાન પ્રવાહમાં 16.87 ટકા વધુ પરિણામ આવ્યું છે. સામાન્ય પ્રવાહમાં ગાંધીનગરના છાલા કેન્દ્રનું સૌથી વધુ પરિણામ જાહેર થયું છે.

WhatsApp Image 2024 05 09 at 9.09.24 AM ધો. 12 ગુજરાત બોર્ડનું સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગુજરાતમાં ફરીથી પોલીંગ બૂથ પર 100 ટકા મતદાન

આ પણ વાંચો: અમરેલીમાં ફરજ પર હાજર ચૂંટણી કર્મચારીનું હાર્ટએટેકથી નિધન

આ પણ વાંચો: કલ, આજ ઔર ‘કલ’નું એક સાથે મતદાન