Not Set/ બે દિવસ બાદ ખેડૂતો માટે મોટી જાહેરાત કરવામાં આવશે : નીતિન પટેલ

ગાંધીનગર, ગાંધીનગરમાં વિધાનસભાના બે દિવસીય સત્રની શરૂઆત થઇ ગઇ છે. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગૃહમાં પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના દુઃખદ અવસાન પર શોક પ્રસ્તાવ રજૂ કર્યો હતો. તો બીજી તરફ કોંગ્રેસની આક્રોશ રેલી પર નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. નીતિન પટેલે કહ્યું હતુ કે વિધાનસભામાં કોંગ્રેસ જુદા જુદા વિષયો પર વિરોધ […]

Top Stories Gujarat
Untitled 128 બે દિવસ બાદ ખેડૂતો માટે મોટી જાહેરાત કરવામાં આવશે : નીતિન પટેલ

ગાંધીનગર,

ગાંધીનગરમાં વિધાનસભાના બે દિવસીય સત્રની શરૂઆત થઇ ગઇ છે. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગૃહમાં પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના દુઃખદ અવસાન પર શોક પ્રસ્તાવ રજૂ કર્યો હતો.

તો બીજી તરફ કોંગ્રેસની આક્રોશ રેલી પર નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. નીતિન પટેલે કહ્યું હતુ કે વિધાનસભામાં કોંગ્રેસ જુદા જુદા વિષયો પર વિરોધ કરે છે.

imggujarat farmer બે દિવસ બાદ ખેડૂતો માટે મોટી જાહેરાત કરવામાં આવશે : નીતિન પટેલ

ખેડૂતોનું નામ આગળ ધરી કોંગ્રેસ ભાજપનો વિરોધ કરી રહ્યું છે. કોંગ્રેસે દાયકાઓ સુધી શાસન કર્યું પણ નર્મદા યોજના મામલે નિષ્ફળ છે.

તો બીજી તરફ કોંગ્રેસ તરફથી પણ સરકાર પર આક્ષેપ લગાવવામાં આવ્યો છે કે પોલીસ કર્મચારીઓ કોંગ્રેસના કાર્યકરોને કાર્યક્રમ સુધી પહોંચવા નથી દેતી.

નીતિન પટેલે કહ્યું કે, ગુજરાતના ખેડૂતો અમારી સરકારની જાહેરાતોથી ખુશ છે. 2 દિવસ પછી ખેડૂતોને ફાયદો થાય તેવી જાહેરાત કરવામાં આવશે. હાલ ચોમાસું સત્ર ચાલે છે તેથી હાલ નહીં પરંતુ બે દિવસ પછી કરવામાં આવશે.