Not Set/ ગાંધીનગર અને અમદાવાદમાં ધોધમાર વરસાદથી મુશ્કેલીમાં મુકાયા લોકો

રાજ્યમાં વરસાદે એકવાર ફરી પ્રવેશ કરી દીધો છે. ગુરુવારે રાત્રીનાં સમયથી શરૂ થયેલા વરસાદે આજે સવાર સુધી તેની મહેર સતત વરસાવી હતી. વરસાદની તીવ્રતા એટલી હતી કે લોકો પોતાનુ વાહન ચલાવતા હચમચી ગયા હતા. ગાંધીનગરનાં ખુલ્લા રોડ પર પણ વરસાદી પાણી ભરાઇ ગયા હતા. વળી અમદાવાદની વાત કરીએ તો અહી પણ ગાજવીજ સાથે વરસાદે લોકોને […]

Top Stories Gujarat
rain ગાંધીનગર અને અમદાવાદમાં ધોધમાર વરસાદથી મુશ્કેલીમાં મુકાયા લોકો

રાજ્યમાં વરસાદે એકવાર ફરી પ્રવેશ કરી દીધો છે. ગુરુવારે રાત્રીનાં સમયથી શરૂ થયેલા વરસાદે આજે સવાર સુધી તેની મહેર સતત વરસાવી હતી. વરસાદની તીવ્રતા એટલી હતી કે લોકો પોતાનુ વાહન ચલાવતા હચમચી ગયા હતા. ગાંધીનગરનાં ખુલ્લા રોડ પર પણ વરસાદી પાણી ભરાઇ ગયા હતા. વળી અમદાવાદની વાત કરીએ તો અહી પણ ગાજવીજ સાથે વરસાદે લોકોને ચોંકાવી દીધા હતા.

rain 3 ગાંધીનગર અને અમદાવાદમાં ધોધમાર વરસાદથી મુશ્કેલીમાં મુકાયા લોકો

ગાંધીનગર અને અમદાવાદમાં ગુરુવારની રાત્રે એકાએક ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. વરસાદ અને પવનની તીવ્રતા એવી હતી કે, શહેરીજનો ચોંકી ઉઠ્યા હતા. આ સમયે રસ્તામાં વાહન ચલાવતાં વાહનચાલકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. કેમ કે, રસ્તામાં આગળ 10 ફૂટનો રસ્તો જોવામાં પણ તેમને તકલીફ પડતી હતી.

Image result for gandhinagar ahmedabad highway heavy rain in night

ગાંધીનગર અને અમદાવાદમાં આજે સવારથી જ વરસાદનું વાતાવરણ છે. ગાંધીનગરમાં ગઈ કાલે આખા દિવસ દરમિયાન વરસાદી વાતાવરણ જોવા મળ્યુ હતુ. જ્યારે અમદાવાદમાં બપોરે વરસાદ પડ્યા બાદ તે બંધ થઈ ગયો હતો. પણ રાત્રે એકાએક આવેલાં વરસાદે શહેરીજનોને તરબોળ કરી દીધા હતા. આ સમયે ઘરની બહાર રહેલાં લોકોને તાત્કાલિક ઘરે સહી સલામત પહોંચી જવા માટે પરિવારજનો ફોન પણ કરવા લાગ્યા હતા.

Related image

ભારે પવન અને ગાજવીજ સાથે તૂટી પડેલાં ધોધમાર વરસાદને કારણે અમદાવાદનાં અનેક નીંચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. તો દરેક વખતની જેમ આ વખતે પણ ભારે વરસાદને કારણે ઠેર ઠેર ટ્રાફિક જામનાં દ્રશ્યો સર્જાયા હતા. તો પવનની તીવ્રતા એટલી હતી કે, ઘર અને ઓફિસની બારીઓ પણ ખખડવા લાગી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.