Gujarat Election/ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉમેદવારી ફોર્મમાં જાહેર કરી સંપતિ! કોઇ વાહન તેમના નામ પર નથી

ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઇકાલે  ઘાટલોડીયા બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે. 

Top Stories Gujarat
4 26 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉમેદવારી ફોર્મમાં જાહેર કરી સંપતિ! કોઇ વાહન તેમના નામ પર નથી

Disclosure of assets:ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઇકાલે  ઘાટલોડીયા બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે.  ભૂપેન્દ્ર પટેલે ઉમેદવારી પત્રક ભરવા સાથે જ સોગંધનામું પણ દાખલ કર્યું હતુ. જેમાં તેમણે પોતાની સંપત્તિની વિગતો જણાવી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા દાખલ કરવામાં આવેલી એફિડેવિટ મુજબ, તેમના હાથ ઉપર 2,15,450 રૂપિયા રોકડા છે. જ્યારે તેમના પત્નીના પાસે 3,52,350 રૂપિયા રોકડ હોવાનું દર્શાવ્યું છે. જેમાં 8.22 કરોડ રૂપિયાની સ્થાવર અને જંગમ સંપત્તિ હોવાનું દર્શાવ્યું છે. જે પૈકી સ્થાવર સંપત્તિ 4.59 કરોડ રૂપિયા અને જંગમ સંપત્તિ 3.63 કરોડ રૂપિયા છે.

આ સિવાય મુખ્યમંત્રીએ પોતાની પાસે 24,75,000 રૂપિયાના કિંમતી દાગીના હોવાનો ઉલ્લેખ કર્યો છે. જ્યારે મુખ્યમંત્રી પાસે પોતાનું કોઈ વાહન નથી, જ્યારે તેમના પત્ની હેતલબેન પટેલ પાસે 42 હજાર રૂપિયાનું એક્ટિવા હોવાનું દર્શાવવામાં આવ્યું છે.

2017ની વિધાનસભા ચૂંટણીમાં ભૂપેન્દ્ર પટેલે કોંગ્રેસ ઉમેદવાર શશીકાંત પટેલને 1.17 લાખ વોટથી પરાજય આપ્યો હતો. જે બાદ તેઓ પ્રથમ વખત ધારાસભ્ય બન્યા અને પછી મુખ્યમંત્રીની ખુરશી સુધી પહોંચી ગયા. ખાસ વાત એ છે કે, ઘાટલોડીયા વિધાનસભા બેઠક પરથી ચૂંટાયેલા બે ધારાસભ્યો મુખ્યમંત્રીની ખુરશી સુધી પહોંચ્યા છે. ભૂપેન્દ્ર પટેલ અગાઉ 2012ની વિધાનસભા ચૂંટણીમાં ઘાટલોડીયા બેઠક પરથી ચૂંટાઈને આનંદીબેન પટેલ મુખ્યમંત્રી બન્યા હતા.

Gujarat elecion 2022/ભાજપે માંજલપુર બેઠક પર ઉમેદવાર કર્યા જાહેર,જાણો કયાં ઉમેદવાને આપી ટિકિટ