Kisan Suroyaday/ રાજ્ય સરકારની કિસાન સૂર્યોદય યોજનાઃ હજી પણ હજારો ગામોમાં ‘સૂર્યોદય’ થવાનો બાકી

ગુજરાત સરકારે ખેડૂતોને અવિરત વીજળી આપવા માટે કિસાન સૂર્યોદય યોજના લાગુ કરી છે. પણ આજે પણ કેટલાય ગામોમાં આ સૂર્યોદય યોજનાનો સૂર્યોદય થવાનો બાકી છે. લગભગ 12 હજારથી પણ વધુ ગામડા આ યોજનાથી વંચિત છે.

Gujarat
Mantavyanews 5 9 રાજ્ય સરકારની કિસાન સૂર્યોદય યોજનાઃ હજી પણ હજારો ગામોમાં ‘સૂર્યોદય’ થવાનો બાકી

ગાંધીનગરઃ સરકારની જાહેરાત અને અમલીકરણ વચ્ચે હંમેશા મોટો Kisan Suryoday yojna તફાવત રહી જતો હોય છે. ઘણી વખત સરકારો જાહેરાત કરતાં પહેલા જોતી પણ નથી કે તેમની પાસે વાસ્તવમાં તે મુજબની ક્ષમતા છે કે નહી. ગુજરાત સરકારે ખેડૂતોને અવિરત વીજળી આપવા માટે કિસાન સૂર્યોદય યોજના લાગુ કરી છે. પણ આજે પણ કેટલાય ગામોમાં આ સૂર્યોદય યોજનાનો સૂર્યોદય થવાનો બાકી છે. લગભગ 12 હજારથી પણ વધુ ગામડા આ યોજનાથી વંચિત છે.

ખેડૂતો વધુમાં વધુ પાક મેળવી શકે તે માટે સિંચાઈની વ્યવસ્થાના ભાગરૂપે આ યોજના લાગુ કરવામાં આવી છે. આ યોજના હેઠળ સરકારે દાવો પણ કરી દીધો હતો કે આ યોજના હેઠળ ખેડૂતોની આવક બમણી થશે. પણ 31 માર્ચ 2023ના પૂરા થયેલા Kisan Suryoday yojna નાણાકીય વર્ષ સુધીમાં હજી પણ 12 હજારથી વધારે ગામના ખેડૂતો આ યોજનાથી વંચિત છે. જ્યારે ચાર હજાર ગામોના ખેડૂતોને તેનો લાભ મળ્યો છે. આના પગલે આ યોજનાને લઈને સવાલ ઉઠી રહ્યા છે.

સરકારે જણાવ્યું હતું કે કિસાન સૂર્યોદય યોજના હેઠળ ખેડૂતોને દિવસે વીજળી પૂરી પાડવા બે બાબતો આવશ્યક છે. એક તો વર્તમાન વીજ માળખાને મજબૂત બનાવવું અને દિવસ દરમિયાનની વીજ માંગને સંતોષવા જરૂરી વીજ ઉત્પાદન થવું જોઈએ. કોઈપણ જિલ્લામાં કિસાન સૂર્યોદય યોજનાનો અમલ કરતાં પહેલા લોકલ એરિયામાં વર્તમાન યોજનાના અમલીકરણના લીધે આવતા વધારાના વીજ લોડને Kisan Suryoday yojna ધ્યાનમાં રાખીને વીજ માળખાને મજબૂત બનાવવું પડે છે. માટે નવીન સબ સ્ટેશન અને વીજ રેષાઓનું નિર્માણ કરવું જરુરી છે. આ સુવિધાઓ ઉભી કરવાની કામગીરી હાલ ચાલી રહી છે.આ માટે નવા સબસ્ટેશન ઊભા કરવામાં આવી રહ્યા છે અને નવા સ્ટેશન બનાવવામાં આવી રહ્યા છે.

રાજ્ય સરકારે વીજ માંગ બાબતે માહિતી જાહેર કરતા જણાવ્યું હતું કે વર્તમાન સ્થિતિમાં કોલસો અને ગેસા જેવા પરંપરાગત વીજ સ્ત્રોતોની તંગી તેમજ તેની ઉપલબ્ધતા અને પરિવહનને લગતી તકલીફોના લીધે બિનપરંપરાગત ઉર્જાનું ઉત્પાદન જરૂરી બન્યું છે. તેમા પણ ખાસ કરીને દિવસ દરમિયાન સૌર ઉર્જાનું ઉત્પાદન પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં લગભગ આઠ મહિના Kisan Suryoday yojna સુધી સૂરજની સ્થિતિને ધ્યાનમાં રાખતા સૌર ઉર્જાનું ઉત્પાદન જરૂરી છે. તેના પગલે આગામી દિવસોમાં સૌર ઉર્જાના ઉત્પાદનમાં વધારો થતાં દિવસ દરમિયાન સૂર્ય આધારિત વીજળીની પ્રાપ્યતા વધશે. આમ રાજ્યમાં સૂર્ય આધારિત વીજળીનું ઉત્પાદન શક્ય તેટલું વધારીને આ વીજળી કિસાન સૂર્યોદય યોજના હેઠળ દિવસે પૂરી પાડવામાં આવશે.

આ પણ વાંચોઃ મોટા સમાચાર/ કડક નિર્ણય, કેનેડિયનો માટે ભારતમાં વિઝા સેવાઓ સ્થગિત

આ પણ વાંચોઃ સારા સમાચાર/ હવે ટ્રેન દુર્ઘટના પીડિતોને મળશે 10 ગણું વળતર, ભારતીય રેલવેએ લીધો મોટો નિર્ણય, જાણો વિગત

આ પણ વાંચોઃ Ganapati Bappa/ સુરતમાં લોકોની મનોકામનાપૂર્ણ કરતા ગણપતિ બાપ્પા

આ પણ વાંચોઃ Raid/ અમદાવાદમાં સ્વાતિ બિલ્ડકોન પર ત્રાટકતું આવકવેરા ખાતુ

આ પણ વાંચોઃ Nuclear Weapons/ સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સે કહ્યું, “જો ઈરાનને પરમાણુ બોમ્બ મળશે તો અમે પણ મેળવીશું