Not Set/ ભાજપની લાડુ સ્પર્ધા : જોવા મળ્યો નારીશક્તિનો પરચો, 30 મિનિટમાં આરોગ્યા 14 થી વધારે લાડુ

રાજકોટ શહેર ભાજપ દ્વારા રેસકોર્સ ગ્રાઉન્ડમાં સિદ્ધિવિનાયક ગણપતિ ધામ બનાવવામાં આવ્યું છે. આ સિદ્ધિવિનાયક ધામ ખાતે દરરોજ અલગ-અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. ગુરુવારે લાડુ આરોગવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં 85 જેટલા ભાઈઓ અને બહેનોએ ભાગ લીધો હતો. આ લાડુ સ્પર્ધામાં 30 મિનિટનો સમય આપવામાં આવ્યો હતો. જેમાં દરેક સ્પર્ધકને ઓછામાં ઓછા […]

Top Stories Gujarat
ladoo eating comp ભાજપની લાડુ સ્પર્ધા : જોવા મળ્યો નારીશક્તિનો પરચો, 30 મિનિટમાં આરોગ્યા 14 થી વધારે લાડુ

રાજકોટ શહેર ભાજપ દ્વારા રેસકોર્સ ગ્રાઉન્ડમાં સિદ્ધિવિનાયક ગણપતિ ધામ બનાવવામાં આવ્યું છે. આ સિદ્ધિવિનાયક ધામ ખાતે દરરોજ અલગ-અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. ગુરુવારે લાડુ આરોગવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં 85 જેટલા ભાઈઓ અને બહેનોએ ભાગ લીધો હતો.

ladoo eating com 2 e1537528011409 ભાજપની લાડુ સ્પર્ધા : જોવા મળ્યો નારીશક્તિનો પરચો, 30 મિનિટમાં આરોગ્યા 14 થી વધારે લાડુ

આ લાડુ સ્પર્ધામાં 30 મિનિટનો સમય આપવામાં આવ્યો હતો. જેમાં દરેક સ્પર્ધકને ઓછામાં ઓછા 5 લાડુ ખાવા ફરજીયાત હતું. તેમજ સ્પર્ધા દરમિયાન વચ્ચે ઉભા થવાની પણ મનાઈ હતી.

ladoo eating com 3 e1537528030998 ભાજપની લાડુ સ્પર્ધા : જોવા મળ્યો નારીશક્તિનો પરચો, 30 મિનિટમાં આરોગ્યા 14 થી વધારે લાડુ

આ સ્પર્ધામાં નારીશક્તિનો પરચો જોવા મળ્યો હતો. ભાઈઓ કરતા બહેનોએ વધારે લાડુ આરોગ્યા હતા. બહેનોમાં પ્રથમ નંબર મેળવનાર ભાવનાબેન ભટ્ટે 30 મિનિટના સમયમાં 14.5 લાડુ આરોગ્યા હતા. જયારે ભાઈઓમાં પ્રથમ નંબર મેળવનાર રમેશભાઈ પાંચાણીએ નિયત સમયમાં 11 લાડુ આરોગ્યા હતા. તેમજ વધારે સમય મળે, તો 16 જેટલા લાડુ આરોગવાની તૈયારી દર્શાવી હતી.

લાડુ સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર મેળવનારા ભાઈ-બહેનોનું આયોજકો દ્વારા સમ્માન કરવામાં આવ્યું હતું.