Not Set/ સરદારની પ્રતિકૃતિ સાથેનો રથ 10 હજાર ગામમાં ફરશે : સીએમ રૂપાણી

વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટિનું લોકાર્પણ વડાપ્રધાન મોદીના હસ્તે 31 ઓક્ટોબરના રોજ થનાર છે. કમલમ ખાતે મળેલી પ્રદેશ ભાજપની કારોબારીમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ અંગે આગામી કાર્યક્રમોની માહિતી આપતા જણાવ્યું હતુંકે, આગામી 20 ઓક્ટોબરથી 29 ઓક્ટોબર દરમ્યાન સમગ્ર રાજ્યમાં 10 હજારથી ગામડાઓમાં સરદાર પટેલના સ્ટેચ્યુની નાની પ્રતિકૃતિ સ્વરૂપે રથમાં પરિભ્રમણ થશે. જેમાં […]

Top Stories Gujarat
688363 683995 rupanivijay 040518 1 સરદારની પ્રતિકૃતિ સાથેનો રથ 10 હજાર ગામમાં ફરશે : સીએમ રૂપાણી

વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટિનું લોકાર્પણ વડાપ્રધાન મોદીના હસ્તે 31 ઓક્ટોબરના રોજ થનાર છે. કમલમ ખાતે મળેલી પ્રદેશ ભાજપની કારોબારીમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ અંગે આગામી કાર્યક્રમોની માહિતી આપતા જણાવ્યું હતુંકે, આગામી 20 ઓક્ટોબરથી 29 ઓક્ટોબર દરમ્યાન સમગ્ર રાજ્યમાં 10 હજારથી ગામડાઓમાં સરદાર પટેલના સ્ટેચ્યુની નાની પ્રતિકૃતિ સ્વરૂપે રથમાં પરિભ્રમણ થશે. જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર પટેલની ફિલ્મ બતાવવામાં આવશે.

statue of unity inauguration 1518606390 725x725 e1537688353620 સરદારની પ્રતિકૃતિ સાથેનો રથ 10 હજાર ગામમાં ફરશે : સીએમ રૂપાણી

મુખ્યમંત્રી રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે, 31 ઓક્ટોબરના દિવસે સમગ્ર દેશના દેશવાસીઓ સરદાર સાહેબને સાચી શ્રધ્ધાંજલી આપશે અને પ્રતિમાનું લોકાર્પણ વડાપ્રધાન મોદીના હસ્તે કરવામાં આવશે. સ્ટેચ્યુ ઓફ યુનિટિ પરિસરમાં વેલી ઓફ ફ્લાવર, રોપ-વે, અન્ય રાજ્યોના ભવન, ટ્રાયબલ મ્યુજીયમ વગેરે દર્શાવવામાં આવશે.