Not Set/ બે મોઢા વાળા સાપને વેચવા આવેલા બે શખ્સની રાજકોટથી ધરપકડ

વાઇલ્ડ લાઇફ ક્રાઇમ કન્ટ્રોલ બ્યૂરોને રાજકોટમાં બે લોકો ગેરકાયદેસર પ્રાણીઓની તસ્કરી કરતા હોવાની બાતમી મળી હતી. જે બાદ બે શખ્સની સાપનાં વેચાણનાં સોદા કરતાં સમયે ધરપકડ થઇ ગઇ છે. સામાન્ય કિંમતમાં ગેરકાયદેસર રીતે વેચાણ થતા બંને બાજુ મોઢા ધરાવતા આ સાપનો બે કરોડ રૂપિયામાં સોદો કર્યો હતો. સાપની ડિલિવરી આપવા માટે રાજકોટમાં મુંબઇના ગ્રાહકોને બોલાવ્યા હતા. આ સમયે […]

Top Stories Gujarat
Untitled બે મોઢા વાળા સાપને વેચવા આવેલા બે શખ્સની રાજકોટથી ધરપકડ

વાઇલ્ડ લાઇફ ક્રાઇમ કન્ટ્રોલ બ્યૂરોને રાજકોટમાં બે લોકો ગેરકાયદેસર પ્રાણીઓની તસ્કરી કરતા હોવાની બાતમી મળી હતી. જે બાદ બે શખ્સની સાપનાં વેચાણનાં સોદા કરતાં સમયે ધરપકડ થઇ ગઇ છે. સામાન્ય કિંમતમાં ગેરકાયદેસર રીતે વેચાણ થતા બંને બાજુ મોઢા ધરાવતા આ સાપનો બે કરોડ રૂપિયામાં સોદો કર્યો હતો. સાપની ડિલિવરી આપવા માટે રાજકોટમાં મુંબઇના ગ્રાહકોને બોલાવ્યા હતા. આ સમયે વાઇલ્ડ લાઇફ ક્રાઇમ કન્ટ્રોલ બ્યૂરોની ટીમે સાપ વેચવા આવેલા બન્ને શખ્સની વાઇલ્ડ લાઇફ એક્ટ હેઠળ ધરપકડ કરી સ્ટેટ ફોરેસ્ટને સોંપ્યા હતા.

boa snake mumbai e1537275682595 બે મોઢા વાળા સાપને વેચવા આવેલા બે શખ્સની રાજકોટથી ધરપકડ

મુંબઇની વાઇલ્ડ લાઇફ ક્રાઇમ કન્ટ્રોલની ટીમે રાજ્યની ફોરેસ્ટની ટીમને જાણ કરી અને સાથે રાખી હતી. સાપની ડિલિવરી આપવા આવેલા મોટાદડવા ગામના 23 વર્ષિય લાલજી ઉકા મકવાણા અને 24 વર્ષિય જીવાપર ગામના હરેશ ભૂપત સાકરિયાની સાપ સાથે ધરપકડ કરી છે.

રાજ્ય સરકારે જિલ્લા અને તાલુકા સ્તર પર ફોરેસ્ટો અને વનવિભાગના અધિકારીઓની નિમણૂક કરી છે. આ અધિકારીઓની જાણ બહાર રાજકોટ સહિત રાજ્યમાંથી મોટા પ્રમાણમાં પશુ, પક્ષી અને સરીસૃપોની દાણચોરી થાય છે. વાઇલ્ડ લાઇફ ક્રાઇમ કન્ટ્રોલ બ્યૂરોની ટીમે મુંબઇથી આવી સાપ વેચનારની ધરપકડ કરી છે અને સ્થાનિક ફોરેસ્ટની ટીમને જાણ પણ થઇ નથી.