રિપોર્ટ/ ભારતની પાસે પાકિસ્તાનથી 5 અણુબોમ્બ ઓછા, FASએ અપડેટ કર્યું મહાવિનાશક હથિયારોનું લિસ્ટ

ભારતની પાસે તેના દુશ્મન દેશ પાકિસ્તાન કરતા પાંચ અણુબોંબ ઓછા છે. પાકિસ્તાનની પાસે અણુબોંબની સંખ્યા 165 છે, જ્યારે ભારતની પાસે આ સંખ્યા 160 છે.

World
IJQN2LDOCUI6PK54UU2IAZZCQY ભારતની પાસે પાકિસ્તાનથી 5 અણુબોમ્બ ઓછા, FASએ અપડેટ કર્યું મહાવિનાશક હથિયારોનું લિસ્ટ

દુનિયાભરના દેશો પાસે રહેલા પરમાણુ હથિયારો પર નજર રાખતી સંસ્થા ફેડરેશન ઓફ અમેરિકન સાયન્ટિસ્ટે (FAS) એક નવુ લિસ્ટ જાહેર કર્યું છે. જેમાં જણાવાયું છે કે ભારતની પાસે તેના દુશ્મન દેશ પાકિસ્તાન કરતા પાંચ અણુબોંબ ઓછા છે. પાકિસ્તાનની પાસે અણુબોંબની સંખ્યા 165 છે, જ્યારે ભારતની પાસે આ સંખ્યા 160 છે. જેમાં જણાવાયું છે કે દુનિયામાં 1985 થી 1990ની વચ્ચે સૌથી વધુ પરમાણુ હથિયાર બનાવાયા હતા.

16404092500 6febd70a86 k ભારતની પાસે પાકિસ્તાનથી 5 અણુબોમ્બ ઓછા, FASએ અપડેટ કર્યું મહાવિનાશક હથિયારોનું લિસ્ટ

દુનિયાના ચાર દેશો પાસે અક્ટિવ પરમાણુ હથિયાર

એફએએસે જણાવ્યું કે દુનિયાના ચાર દેશ એવા છે જેમની પાસે હુમલા માટે પરમાણુ હથિયાર તૈયાર છે. આ યાદીમાં 1800 એક્ટિવ પરમાણુ હથિયારો સાથે અમેરિકા ટોચ પર છે. ત્યારબાદ રશિયાનો નંબર આવે છે. રશિયાની પાસે એક્ટિવ પરમાણુ હથિયારોની સંખ્યા 1600 છે. ત્રીજા સ્થાને ફ્રાંસ અને ચોથા સ્થાને બ્રિટન છે.

અમેરિકાએ તેના 1800 અણુ હથિયારોનને બેલેસ્ટિક મિસાઇલોમાં લગાવીને અલગ અલગ જગ્યાએ ગોઠવીને રાખ્યા છે. અમેરિકા પાસે કુલ પરમાણુ હથિયારોની સંખ્યા 5550 છે જેમાંથી 3800 સ્ટૉકપીસમાં રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત,1750 એવા હથિયારો છે જે ઉંમર પૂરી થતા નિષ્ક્રિય અવસ્થામાં છે. તો રશિયાની પાસે જે 1600 હથિયારો છે તેમાં એક્ટિવ અને સ્ટોકમાં રાખવામાં આવેલા હથિયારોને મિલાવી દઇએ તો આ સંખ્યા 4497 સુધી પહોંચી જાય છે.  નિષ્ક્રિય અણુબોંબની સાથે રશિયાની પાસે કુલ હથિયારોની સંખ્યા 6257 છે.