ભાવવધારો/ તૈયાર રહો, ફરીથી થશે પેટ્રોલના ભાવમાં ઘરખમ વધારો, જાણો કેમ

દેશમાં રોકેટ ગતિએ વધી રહેલા કોરોનાના કેસ વચ્ચે એક માઠા સમાચાર સામે આવ્યાં છે. સાઉદી અરેબિયાએ એશિયામાં મોકલવામાં આવતા ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો કર્યો છે. સાઉદી અરેબિયાએ રવિવારના રોજ સત્તાવાર રીતે જાહેરાત કરી હતી કે ક્રૂડ ઓઇલના ભાવમાં 20-30 ટકા વધારો કરવામાં આવશે. જોકે, યુરોપમાં મોકલવામાં આવતા ક્રૂડ ઓઇલના ભાવમાં કોઇ વધારો કર્યો નથી. આ […]

Top Stories India
petrol તૈયાર રહો, ફરીથી થશે પેટ્રોલના ભાવમાં ઘરખમ વધારો, જાણો કેમ

દેશમાં રોકેટ ગતિએ વધી રહેલા કોરોનાના કેસ વચ્ચે એક માઠા સમાચાર સામે આવ્યાં છે. સાઉદી અરેબિયાએ એશિયામાં મોકલવામાં આવતા ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો કર્યો છે.

સાઉદી અરેબિયાએ રવિવારના રોજ સત્તાવાર રીતે જાહેરાત કરી હતી કે ક્રૂડ ઓઇલના ભાવમાં 20-30 ટકા વધારો કરવામાં આવશે. જોકે, યુરોપમાં મોકલવામાં આવતા ક્રૂડ ઓઇલના ભાવમાં કોઇ વધારો કર્યો નથી. આ સાથે જ ભારતની આશા પર પાણી ફરી વળ્યું છે. ભારતે સાઉદી અરેબિયાને ક્રૂડ ઓઇલનું ઉત્પાદન વધારવા ભલામણ કરી હતી જેથી ભાવમાં ઘટાડો થાય.

સાઉદી અરેબિયાએ ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો એવા સમયે કર્યો છે જ્યારે ભારતે પોતાના દેશની રિફાઇનરીઓમાં સાઉદીમાંથી આયાત પર કાપ મુકવા અને ઉત્પાદન વધારવા કહ્યું હતું. તેલની કિંમતમાં ઘટાડો કરવાની ભારતની માગ ફગાવી દેતા સાઉદી અરેબિયાએ ભાવ વધારી નાખ્યાં હતો. સાઉદીના આ પગલાને ધરમેન્દ્ર પ્રધાનના જવાબ તરીકે જોવામાં આવે છે.

ભારતે ભાવ ઘટાડવા સાઉદી અરેબિયાને અપીલ કરી હતી, પરંતુ ત્યાંના મંત્રી અબ્દુલ અજીજ બિન સલમાન અલ સઉદનું કહેવું હતુ કે ભારત પોતાના સ્ટ્રેટેજિક તેલ રિઝર્વનો ઉપયોગ કરે, જે તેણે ગત વર્ષે તેલના ઘટતા ભાવ દરમિયાના ખરીદી જમા કર્યું હતું. ત્યાર બાદ ધરમેન્દ્ર પ્રધાને અબ્દુલ અજીજ બિન સલામાન અલ સઉદના નિવેદન પર વાંધો ઉઠાવ્યો હતો.