ગુજરાત/ હવે ધોરણ 10-12ના પરીક્ષા ફોર્મ તમે 26 ડીસેમ્બર સુધી ભરી શકાશો

કોરોના કેસ  નિયંત્રણમાં  આવતા   આ વર્ષે ફરીથી પરીક્ષાઓ  લેવામાં આવશે જે અંતર્ગત  ગુજરાત બોર્ડમાં ધોરણ 10 અને 12ની પરીક્ષાના બોર્ડના ફોર્મ ભરવાની શરૂઆત કરવામાં આવી છે

Gujarat
Untitled 50 હવે ધોરણ 10-12ના પરીક્ષા ફોર્મ તમે 26 ડીસેમ્બર સુધી ભરી શકાશો

    રાજયમાં કોરોનાની બીજી લહેર ભયાનક જોવા મળી હતી જેમાં  લાખો લોકો કોરોનામાં મૃત્યુ પામ્યા હતા. અને અનેક પરીક્ષાઓ પણ સ્થગિત  કરવામાં આવી હતી. તેમજ  ધોરણ 10 તેમજ  12 ના વિદ્યાર્થીઓને તો માસ પ્રમોશન પણ આપવામાં આવ્યું હતું . ત્યારે હવે કોરોના કેસ  નિયંત્રણમાં  આવતા   આ વર્ષે ફરીથી પરીક્ષાઓ  લેવામાં આવશે જે અંતર્ગત  ગુજરાત બોર્ડમાં ધોરણ 10 અને 12ની પરીક્ષાના બોર્ડના ફોર્મ ભરવાની શરૂઆત કરવામાં આવી છે . જેમાં પહેલા ધોરણ 10 અને 12 કોમર્સની ફોર્મ ભરવાની અંતિમ તારીખ 21 ડીસેમ્બર હતી. જેની હવે મુદત  વધારીને ને ફોર્મ ભરવાની તારીખ 26 ડિસેમ્બર સુધી કરવામાં આવી છે .

આ પણ વાંચો ; મહારાષ્ટ્ર વિધાનસભા સત્ર પર સંકટના વાદળો ઘેરાયા,8 પોલીસકર્મી સહિત 10 લોકો કોરોના સંક્રમિત…

તેમજ જો 27 ડિસેમ્બરથી 20 જાન્યુઆરી સુધી ત્રણ તબક્કામાં લેટ ફી ભરીને ફોર્મ ભરી શકશે. પ્રથમ તબક્કો 27 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધીનો હશે. જેમાં 250 રૂપિયા લેટ ફી, બીજો તબક્કો 1 જાન્યુઆરીથી 10 જાન્યુઆરી જેમાં 300 રૂપિયા લેટ ફી અને ત્રીજો તબક્કો 11 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી સુધી રહેશે. જેમાં 350 લેટ ફી ભરવાની રહેશે.

આ પણ વાંચો ;મહિલાએ ડોગીનું નામ સોનુ રાખ્યું, પછી પાડોશીઓએ કર્યું એવું કે, તે જાણીને તમે પણ..

 મહત્વનુ છે કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડે ધો.10 અને 12 ની પરીક્ષા માટેનું પરિરૂપ જાહેર કર્યું છે. બોર્ડે પોતાની વેબસાઇટ પર વિષયદીઠ પેપરની સ્ટાઇલ અને ગુણભાર સાથેનું પરિરૂપ રજૂ કર્યું છે. તૈયાર કરેલા પરિરૂપ પ્રમાણે વર્ષ 2021-22ની બોર્ડની પરીક્ષા લેવાશે.દ્યાર્થીઓ બ્લ્યુ પ્રિન્ટને આધારે પરીક્ષાની તૈયારી કરે તો ઓછી મહેનતે વધારે ગુણ મેળવી શકે છે. કારણ કે વિદ્યાર્થીને ખ્યાલ રહેશે કે ક્યાં વિભાગમાંથી કેટલા ગુણના પ્રશ્નો પૂછાશે. વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઇટ પરથી તમામ પેપરનું પરિરૂપ જોઇ શકશે.