Saurashtra - Heart Attack/ હાર્ટએટેકના બનાવમાં સતત વધારોઃ એક જ દિવસમાં ત્રણના મોત

ગુજરાતમાં હાર્ટએટેકનો સિલસિલો અટકતો નથી. હવે સ્થિતિ એવી થઈ ગઈ છે કે રાજ્યમાં સવાર પડેને કોઈને કોઈ સ્થળે અકસ્માત થયા હોવાના સમાચાર આવે છે તે જ રીતે રાજ્યમાં દરરોજે સવાર પડેને કોઈને કોઈના હાર્ટએટેકથી મોત થયાના સતત સમાચાર આવે છે.

Gandhinagar Gujarat
Heart Attack 2 હાર્ટએટેકના બનાવમાં સતત વધારોઃ એક જ દિવસમાં ત્રણના મોત

ગાંધીનગરઃ ગુજરાતમાં હાર્ટએટેકનો સિલસિલો અટકતો નથી. હવે સ્થિતિ એવી થઈ ગઈ છે કે રાજ્યમાં સવાર પડેને કોઈને કોઈ સ્થળે અકસ્માત થયા હોવાના સમાચાર આવે છે તે જ રીતે રાજ્યમાં દરરોજે સવાર પડેને કોઈને કોઈના હાર્ટએટેકથી મોત થયાના સતત સમાચાર આવે છે. તેમા પણ ખાસ કરીને સૌરાષ્ટ્રમાં હાર્ટએટેકના કેસ અટકવાનું નામ જ લેતા નથી.

ગઇકાલે રાત્રે એક જ રાતમાં ત્રણ યુવાનોના હાર્ટએટેકના લીધે મોત થયાના સમાચાર સામે આવ્યા હતા. તેમા રાજકોટમાં બે યુવાનો અને સુરેન્દ્રનગરમાં એક યુવાનનું હાર્ટએટેકના લીધે નિધન થયું છે. મહત્વનું એ છે કે હાર્ટએટેકના સતત વધતા બનાવના લીધે તંત્રની ચિંતામાં પણ વધારો થઈ રહ્યો છે.

રાજકોટમાં વધુ બે યુવાનના હૃદય બંધ પડ્યાની ઘટના સામે આવી છે. તેમા 20થી 35 વર્ષના યુવાનનું હાર્ટએટેકથી મોત થયું છે. હજી તો ત્રણ મહિના પહેલા નેપાળથી મજૂરીએ આવેલા ગુરુપ્રસાદ અને રૂખડિયા પરાના 35 વર્ષના સુરેશને દુઃખાવો ઉપડતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પણ તેમના જીવ બચી શક્યા ન હતા.

સુરેન્દ્રનગરમાં 22 વર્ષીય સુરેશ કાનજીભાઈ ધૂધલિયાને રાત્રે અગિયાર વાગે છાતીમાં દુઃખાવો ઉપડતા તેમને હોસ્પિટલ લઈ જવાયા હતા, તેમને ત્યાં ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા. તેના પછી પોસ્ટમોર્ટમમાં તેમનું મૃત્યુ હાર્ટએટેકના લીધે થયું હોવાનું ખૂલ્યું હતું.


whatsapp ad White Font big size 2 4 હાર્ટએટેકના બનાવમાં સતત વધારોઃ એક જ દિવસમાં ત્રણના મોત


આ પણ વાંચોઃ Qatar/ કતારમાં મૃત્યુદંડની સજામાં નૌસેનાના અધિકારીઓ માટે ‘તુર્કી’ મસીહા બનશે!

આ પણ વાંચોઃ America/ ઈઝરાયલ પર હમાસના હુમલાથી અમેરિકા ખૌફમાં, મોટો ખતરો તોળાઈ રહ્યો છે!

આ પણ વાંચોઃ Israel Hamas War/ ઈઝરાયલે ગાઝાના જબાલિયા કેમ્પ પર ભયંકર તબાહી મચાવી