ભારતીય શેરબજારની શરૂઆત નજીવા ઉછાળા સાથે થઈ છે અને BSE સેન્સેક્સ લીલા રંગમાં ખુલ્યો છે. નિફ્ટી પણ 22 હજારની ઉપર ખુલવામાં સફળ રહ્યો હતો પરંતુ બજારની શરૂઆતની મિનિટોમાં જ તે ફ્લેટ રેન્જમાં સરકી જતો જોવા મળ્યો હતો.
BSEના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 54.41 પોઈન્ટના મામૂલી વધારા સાથે 72,677 ના સ્તર પર ખુલ્યા છે. NSE નો નિફ્ટી 26.50 પોઈન્ટ ના મામૂલી વધારા સાથે 22,081 ના સ્તર પર ખુલ્યો. બજાર ખુલ્યાના 20 મિનિટ બાદ જ સેન્સેક્સ-નિફ્ટી લાલ નિશાનમાં જોવા મળ્યા હતા. NSE નો નિફ્ટી 22,000 ની નીચે સરકી ગયો છે અને 77.15 પોઈન્ટ અથવા 0.35 ટકાના ઘટાડા સાથે 21,977 પર આવી ગયો છે. સેન્સેક્સ 23.82 પોઈન્ટ ઘટીને 72,599 પર એટલે કે 72600ની નીચે સરકી ગયો છે.
BSE પર 2994 શેરનો વેપાર થઈ રહ્યો છે, જેમાંથી 1557 શેર વધી રહ્યા છે અને 1300 શેર ઘટી રહ્યા છે. 87 શેરમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી. 117 શેરમાં અપર સર્કિટ અને 59 શેરમાં લોઅર સર્કિટ લાદવામાં આવી છે. NSE પર 2143 શેરનું ટ્રેડિંગ થઈ રહ્યું છે, જેમાંથી 944 શેર એડવાન્સ પર છે અને 1109 શેર્સ ઘટી રહ્યા છે. 90 શૅર કોઈ ફેરફાર સાથે ટ્રેડ કરી રહ્યાં છે. 41 શેર પર અપર સર્કિટ દેખાય છે અને લોઅર સર્કિટમાં 35 શેરના નામ દેખાય છે.
NSE નિફ્ટીના 50 શૅર્સમાંથી 25 શૅર્સ વધી રહ્યા છે અને 25 શૅર્સ ઘટી રહ્યા છે, એટલે કે સ્થિતિ બરાબર છે. નિફ્ટીના ટોપ ગેઇનર્સમાં આઇશર મોટર્સ 2.28 ટકા અને એક્સિસ બેન્ક 2.15 ટકા વધ્યા છે. ટેક મહિન્દ્રા 1.56 ટકા અને HCL ટેક 1.50 ટકા ઉપર છે. હિન્દાલ્કોમાં ગઈકાલનો વધારો આજે પણ ચાલુ છે અને તેમાં 1.38 ટકાનો વધારો થયો છે. બેન્ક નિફ્ટી 47 હજારની નીચે ગબડીને 70 પોઈન્ટ ઘટીને 46,949ના સ્તરે પહોંચી ગયો છે. બેન્ક નિફ્ટીના 12માંથી માત્ર 4 શેર જ વધી રહ્યા છે અને 8 શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો:પશ્ચિમ કચ્છમાં આવેલા ભુજમાં બે દિવસ CNG ગેસ વિતરણ વ્યવસ્થા બંધ રખાશે…
આ પણ વાંચો:ભરથાણા ટોલનાકા પાસેથી જંગી કિંમતનો વિદેશી દારૂ ઝડપાયો
આ પણ વાંચો:રાજ્યના 12 જિલ્લામાં બ્લડ બેન્ક જ નથી