Vaccination/ રાજકોટમાં કોરોના વેક્સિનનો સ્ટોક ખલાસ, તંત્રમાં દોડધામ

રાજકોટમાં મહાપાલિકા તંત્રએ સતત પ્રચાર-પ્રસાર કરીને ફેલાવેલી લોકજાગૃતિના કારણે વેક્સિનેશન માટે લોકો સતત આગળ આવી રહ્યા છે અને પૂછપરછ કરી રહ્યા છે. બીજીબાજુ સ્ટોક ખલાસ થવાની તૈયારીમાં હોય તંત્ર પણ અવઢવમાં પડી ગયું છે.

Gujarat
vaccine 3 રાજકોટમાં કોરોના વેક્સિનનો સ્ટોક ખલાસ, તંત્રમાં દોડધામ

રાજકોટમાં મહાપાલિકા તંત્રએ સતત પ્રચાર-પ્રસાર કરીને ફેલાવેલી લોકજાગૃતિના કારણે વેક્સિનેશન માટે લોકો સતત આગળ આવી રહ્યા છે અને પૂછપરછ કરી રહ્યા છે. બીજીબાજુ સ્ટોક ખલાસ થવાની તૈયારીમાં હોય તંત્ર પણ અવઢવમાં પડી ગયું છે.રાજકોટમાં કોરોના સામેની કોવિશીલ્ડ રસીનો સ્ટોક પૂર્ણતાના આરે પહોંચી ગયો હોવાનું જાણવા મળે છે. આજની સ્થિતિએ ફકત 6500 રસીનો જ સ્ટોક ઉપલબ્ધ છે. આવતીકાલે બુધવારે રસીકરણમાં રજા હોય છે અને ગુરુવારે મહાશિવરાત્રીની રજા છે. જો શુક્રવાર સુધીમાં વેક્સિનનો વધુ સ્ટોક ન મળે તો હાલત માઠી થવાના અેંધાણ વર્તાઈ રહ્યા છે. જો કે આરોગ્ય શાખાના વર્તુળો આ અંગે સત્તાવાર કંઈ કહેવા તૈયાર નથી અને ભેદી મૌન સેવી રહ્યા છે.

Vaccination / મોરારીબાપુએ સાવરકુંડલામાં મુકાવી કોરોનાની રસી, ગેરસમજ દૂર કરી અને વધુ લોકોને લાભ લેવા સંદેશ

vaccine 2 1 રાજકોટમાં કોરોના વેક્સિનનો સ્ટોક ખલાસ, તંત્રમાં દોડધામ

 

CM / મુખ્યમંત્રી રૂપાણીના નિવાસસ્થાને બતકનું શંકાસ્પદ મોત: બર્ડ ફ્લૂની આશંકા,ભોપાલ સેમ્પલ મોકલાયા

આ અંગે સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી પ્રમાણે રાજકોટ મહાપાલિકાએ વેક્સિનેશનમાં રાજ્યના અન્ય મહાનગરોની સરખામણીએ ખુબ સારી કામગીરી કરતાં તેના પરિણામ સ્વરૂપે હવે શહેરમાં કોરોના વેક્સિન કોવિશીલ્ડનો સ્ટોક ખલાસ થઈ જવાના આરે પહોંચ્યો છે, જેના પગલે આજે સવારથી મહાપાલિકા તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ હતી. મહાપાલિકાની આરોગ્ય શાખાના સત્તાવાર સૂત્રો આ અંગે મગનું નામ મરી પાડવા માટે તૈયાર નથી પરંતુ ઉપલાકાંઠા વિસ્તારના અનેક આરોગ્ય કેન્દ્રોમાં રસી લેવા ગયેલા શહેરીજનોને રસી લીધા વિના જ પરત ફરવું પડયું હોવાની ચર્ચા છે. બીજીબાજુ પશ્ર્ચિમ રાજકોટમાં વેક્સિનનો સ્ટોક હજુ ઉપલબ્ધ છે પરંતુ ત્યાં આગળના આરોગ્ય કેન્દ્રમાં કામગીરી ધીમી પાડી દેવામાં આવી હોવાનું જાણવા મળે છે.

COVID-19 Vaccine: What You Need to Know | Johns Hopkins Medicine

Political / ઉત્તરાખંડના CM ત્રિવેન્દ્રમ રાવતનું રાજીનામું , ધન સિંહના નામ પર બહુમતી,10 મા મુખ્યમંત્રી બનવાની શક્યતા

એક અંદાજ મુજબ ઉપલાકાંઠાના અનેક આરોગ્ય કેન્દ્રોમાં આજે સવારથી વેક્સિનેશનની કામગીરી બંધ થઈ ગઈ હોવાનું શહેરીજનોમાંથી જાણવા મળે છે. જ્યારે પશ્ર્ચિમ રાજકોટમાં વેક્સિનેશનની કામગીરી ધીમી કરી દેવામાં આવી હોવાનું જાણવા મળે છે.હાલમાં 6500 વેક્સિનનો સ્ટોક ઉપલબ્ધ છે. જો શહેરના તમામ આરોગ્ય કેન્દ્રમાં અગાઉની જેમ જ દરરોજ પૂરજોશમાં વેક્સિનેશન ઝુંબેશ ચાલુ રાખવામાં આવે તો ફકત એક જ દિવસમાં આ સ્ટોક ખલાસ થઈ જાય તેમ છે. હાલમાં મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ તેમજ રેવન્યુ, પોલીસ અને મહાપાલિકાના સ્ટાફ તેમજ સિનિયર સિટીઝન્સને રસી આપવામાં આવી રહી છે. તદ્ ઉપરાંત 45થી 59 વર્ષની વય સુધીના હોય અને ડાયાબિટીસ, હાઈ બ્લડપ્રેશર, લો બ્લડપ્રેશર, અસ્થમા જેવી ગંભીર બિમારીઓ ધરાવતા હોય તેવા દર્દીઓને પણ ડોકટરના સર્ટિફિકેટના આધારે રસીકરણ કરવામાં આવી રહ્યું છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…