Stolen/ લીંબડી હાઇવે પર આઇશરમાંથી રૂપિયા 1.07 કરોડના કિંમતી માલસામાનની ચોરી થતાં ચકચાર

સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતાં નેશનલ હાઇવે પર લીંબડી નજીક ચાલુ આઇશરમાંથી મોબાઇલ, ટેબ્લેટ અંદાજે રૂપિયા 1.07 કરોડના મુદ્દામાલની ચોરી થતાં ચકચાર મચી ગઇ છે.

Top Stories Gujarat
Stolen
  • સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતાં હાઇવે પર અગાઉ તાડપત્રી ગેંગનો ત્રાસ હતો
  • ચોરી કરતા ત્રણ શખ્સો સીસીટીવીમાં કેદ થઈ જતાં પોલીસે સીસીટીવી ફુટેજના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો
  • મોબાઇલ, ટેબલેટ, હેડફોન, લેપટોપ, ઘડીયાળ સહીતનો સામાન બંધ બોડીની આઇશર ટ્રકમાં ભરી રાજકોટ ડીલિવરી કરવા લઇ જઇ રહ્યો હતો

Stolen સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતાં નેશનલ હાઇવે પર લીંબડી નજીક ચાલુ આઇશરમાંથી મોબાઇલ, ટેબ્લેટ અંદાજે રૂપિયા 1.07 કરોડના મુદ્દામાલની ચોરી થતાં ચકચાર મચી ગઇ છે. ચાલુ આઇશરમાંથી ચોરી કરતા ત્રણ શખ્સો સીસીટીવીમાં કેદ થઈ જતાં પોલીસે સીસીટીવી ફુટેજના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતાં હાઇવે પર અગાઉ તાડપત્રી ગેંગનો ત્રાસ હતો જે ચાલુ ટ્રકમાં તાડપત્રી કાપી સામાનની ચોરી કરતી હતી. આ ગેંગના મોટાભાગમા સાગરીતો હાલ જેલના સળીયા ગણી રહ્યાં છે ત્યારે ફરી એકવાર લીંબડી નેશનલ હાઇવે પર ચાલુ આઇશર ટ્રકમાંથી ચોરી થતાં ચકચાર મચી ગઇ છે.

આ પણ વાંચોઃ  22 ડિસેમ્બરે નોકરી શરૂ કરી અને પહેલો પગાર મળે તે પહેલા જેલમાં

અમદાવાદથી ખાનગી કંપનીનો ડ્રાઇવર હબીબ બેલીમ મોબાઇલ, ટેબલેટ, હેડફોન, લેપટોપ, ઘડીયાળ સહીતનો સામાન બંધ બોડીની આઇશર ટ્રકમાં ભરી રાજકોટ ડીલિવરી કરવા લઇ જઇ રહ્યો હતો તે દરમિયાન લીંબડી નજીક પાછળ આવતા ટ્રકને ચાલકે આઇશરના ચાલક હબીબને લાઇટની ડીપર મારી આઇશર અટકાવી જાણ કરી હતી કે અમુક શખ્સો આઇશરનો પાછળનો દરવાજાનું લોક તોડી સામાનની ચોરી કરી રહ્યાં છે આથી આઇશરના ચાલક હબીબે આગળ આઇશર અટકાવી તપાસ કરતા આઇશરમાંથી અંદાજે રૂપિયા 1.07 કરોડના પાર્સલ ગાયબ જોવા મળતા લીંબડી પોલીસને જાણ કરી હતી.

આ પણ વાંચોઃ IAFએ બોમ્બની ધમકી બાદ લેન્ડ થયેલા રશિયન પ્લેનને કેવી રીતે સુરક્ષિત કર્યું

લીંબડી પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી જઇ ચોરી અંગેનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી જેમાં હાઇવે પરના સીસીટીવી ફુટેજ હાથ ધરતાં બે શખ્સો આઇશરમાં જ્યારે એક શખ્સ બાઇક લઇ આઇશરની પાછળની ચાલતો હોવાની ઘટના સીસીટીવીમાં જોવા મળી હતી અને આઇશરનો ચાલકે આઇશર ધીમી કરતા જ ત્રણેય શખ્સો ગણતરીની મિનિટોમાં બાઇક લઇ રફુચક્કર થઇ ગયાં હતાં. જો કે આટલી મોટી ચોરીમાં માત્ર શખ્સો ન હોય પરંતુ કોઇ મોટી ગેંગ હોવાની પોલીસને આશંકા છે જેને લઇને સુરેન્દ્રનગર lcb, sog તેમજ અમદાવાદ ગ્રામ્ય પોલીસ અને અમદાવાદ ગ્રામ્ય sog, lcb સહીતની પોલીસ ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચોઃ

મુંબઈના પાયલટને 19 સીટર પ્લેન બનાવવા માટે 13 કરોડ રૂપિયા મળ્યા

બિહારના બકસરમાં આ કારણથી ખેડૂતો ગુસ્સે ભરાયા, અનેક વાહનોને આગચંપી

મુંબઈમાં ધીરુભાઈ અંબાણી સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ગુજરાતમાંથી કર્યો કોલ,અને કહ્યું…