જૂથ અથડામણ/ વડોદરાના સાવલીમાં બે જૂથ વચ્ચે પથ્થરમારો,40 લોકોની ધરપકડ ,પોલીસ એલર્ટ

ગુજરાતના વડોદરામાં એક મંદિર પાસે આવેલા ઈલેક્ટ્રીક પોલ પર ધાર્મિક ધ્વજ લગાવવાને લઈને ભારે બબલ થઇ હતી જેના અતર્ગત બે જૂથ વચ્ચે ભારે પથ્થરમારો થયો હતો

Top Stories Gujarat
10 3 વડોદરાના સાવલીમાં બે જૂથ વચ્ચે પથ્થરમારો,40 લોકોની ધરપકડ ,પોલીસ એલર્ટ

ગુજરાતના વડોદરામાં એક મંદિર પાસે આવેલા ઈલેક્ટ્રીક પોલ પર ધાર્મિક ધ્વજ લગાવવાને લઈને ભારે બબલ થઇ હતી જેના અતર્ગત બે જૂથ વચ્ચે ભારે પથ્થરમારો થયો હતો, ઘટનાસ્થળે હજુ પણ તણાવ પ્રવર્તે છે. પોલીસે બંને પક્ષોના 40 જેટલા લોકોની ધરપકડ કરી છે. જ્યારે બાકીના લોકોની ઓળખ કરવામાં આવી રહી છે. આ મામલામાં પોલીસે બંને પક્ષોના આધારે 43 લોકો સામે ગુનો નોંધ્યો છે. સ્થિતિને જોતા પોલીસે ઘટનાસ્થળે મોટી સંખ્યામાં પોલીસ દળો તૈનાત કરી દીધા છે. આ ઘટના વડોદરા જિલ્લાના સાવલી શહેરની છે.

 

 

વડોદરા ગ્રામ્ય પોલીસના પી.આર.પટેલે જણાવ્યું કે શનિવારે સાંજે ચોક્કસ સમુદાયનો ધાર્મિક કાર્યક્રમ હતો. આ કાર્યક્રમ માટે લોકોએ મંદિરની નજીક સ્થિત ઇલેક્ટ્રિક પોલ પર ધાર્મિક ધ્વજ લગાવ્યો હતો. બીજી બાજુ લોકોએ તેનો વિરોધ કર્યો. ટૂંક સમયમાં આ વિરોધ ઝપાઝપી અને પછી લડાઈમાં ફેરવાઈ ગયો. અવાજ થતાં બંને પક્ષના ડઝનબંધ લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને પછી તેમની વચ્ચે પથ્થરમારો શરૂ થયો હતો. આ ઘટનામાં અનેક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. હાલ પોલીસ તમામ આરોપીઓની ઓળખ કરી ધરપકડ કરવા પ્રયાસ કરી રહી છે.

પોલીસ સબ-ઇન્સ્પેક્ટર એ.આર. મહિડાએ જણાવ્યું હતું કે આ ઘટનાક્રમના સંદર્ભમાં બંને સમુદાયના લોકોએ એકબીજા સામે ફરિયાદ નોંધાવી છે. બંનેએ એકબીજા પર પથ્થરમારો, મારપીટ અને વાહનોમાં તોડફોડ કરવાનો આરોપ લગાવ્યો છે. પોલીસે બંને પક્ષોની તહરીના આધારે 43 લોકો સામે ક્રોસ કેસ નોંધીને આરોપીઓની ઓળખ કરવાનું શરૂ કર્યું છે. અત્યાર સુધીમાં બંને પક્ષના 40 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

હાલ વડોદરા પોલીસ બંને પક્ષો વચ્ચે ઝપાઝપી થવાની શક્યતાના પગલે એલર્ટ મોડ પર છે. સ્થળ પર પૂરતી સંખ્યામાં પોલીસ દળ તૈનાત સાથે, આ વિસ્તારમાં નિયમિત પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે. પોલીસ પાર્ટીએ વિસ્તારમાં ફ્લેગ માર્ચ કરીને લોકોને ચેતવણી આપી છે કે જો કોઈ કાયદો હાથમાં લેવાની કોશિશ કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.