દીવ/ દારૂની દુકાનો માટે નિયમો કડક બનાવાયા, 40 જેટલા શોપ માલિકોને પડશે ફટકો

દીવમાં દારૂની દુકાનો માટે નિયમો કડક બનાવાયા, 40 જેટલા શોપ માલિકોને પડશે ફટકો

Top Stories Gujarat Others
corona 6 દારૂની દુકાનો માટે નિયમો કડક બનાવાયા, 40 જેટલા શોપ માલિકોને પડશે ફટકો

ગુજરાતીઓના પ્રિય દીવમાં દારૂની દુકાનોના લાઈસન્સ રીન્યુ પ્રક્રિયા માટે નિયમો કડક બનાવાયા છે. જેને લઈને જાહેર સ્થળોથી નજીક આવેલી 40 જેટલી દુકાનોને મુશ્કેલી પડી શકે છે. જાહેર સ્થળથી 100 મીટર દુર દુકાનોના લાયસન્સ રિન્યુ થશે

દીવમાં દારૂની દુકાનના લાઈસન્સ રીન્યુ અંગે એકસાઈઝ વિભાગ કામગીરી દ્વારા હાથ ધરવામાં આવેલ છે. જે અનુસંધાને એકસાઈઝ ઈન્સ્પેક્ટર દીક્ષીત ચારણીયાના નેતૃત્વમાં ટીમ દ્વારા દીવ જિલ્લામાં આવેલ 198 શરાબની દુકાનો ના લાઈસન્સ રીન્યુ સંદર્ભે માપણીનું કામ હાથ ધરવામાં આવ્યું જેમા એક્સસાઈઝ વિભાગ દ્વારા નિયમોનુસાર દીવમાં મંદિર, મસ્જીદ, ચર્ચ, ઔદ્યોગીક વિસ્તાર, લેબર કોલોની, બસ સ્ટેન્ડ, પેટ્રોલ પંપ, સિનેમા, ચિલ્ડ્રન પાર્ક, કોટર્ર્ પોલીસ સ્ટેશન, વગેરે જેવા જાહેર સ્થળો થી મીટર ના અંતરમાં આવેલી દુકાનોના લાઈસન્સ રીન્યુ નહિ કરવામાં આવે.

diu1 દારૂની દુકાનો માટે નિયમો કડક બનાવાયા, 40 જેટલા શોપ માલિકોને પડશે ફટકો

ઉપરોક્ત જાહેર સ્થળથી ૧૦૦ મીટરના અંતરે આવેલી દુકાનના જ લાઈસન્સન રીન્યુ થઇ શકશે. આ નિયમ થી આશરે 30 થી 40 શરાબની દુકાનો ને અસર થશે જેથી રીન્યુની પ્રક્રિયા જટીલ બની છે.

Election / સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણ સંગ્રામ, અમિત શાહ, ઓવૈસી અને સિસોદીયા ગુજરાતમાં

Election / જમાલપુરમાં કોંગ્રેસના MLA વિરુદ્ધ પોસ્ટરો,  યુવા નેતાઓને ટિકિટ ન મળતા સ્થાનિકો નારાજ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ