Gujarat Weather/ ભારે પવનો ફૂંકાશે, આગામી દિવસોમાં આ જીલ્લાઓમાં માવઠાની સંભાવના

ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે પવન પણ ફૂંકાશે

Top Stories Gujarat Breaking News

Gujarat Weather News: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ(Ambalal Patel)ના મતે, આગામી દિવસોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ(Western Disturbance)ની અસર નબળો પડી જશે, જેથી વાવાઝોડાની શક્યતા ઓછી થઈ જશે. ઉત્તર ભારતનમાં પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષા થવાની સંભાવના છે. જ્યારે ગુજરાતના ઘણા ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. પરેશ ગોસ્વામીના મતે સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદની શક્યતા નહિવત્ છે.

ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે પવન પણ ફૂંકાશે, જેના કારણે શિયાળુ પાકને નુકસાન થવાની શક્યતા છે. જો જીલ્લાઓની વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, આણંદ અને ખેડામાં કાળા ડિબાંગ વાદળો છવાઈ શકે છે. આ 4 દિવસ દરમિયાન, ચારેય જિલ્લાના એક કે બે કેન્દ્રોમાં છૂટાછવાયા પવન ફૂંકાશે.

બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાતા પશ્ચિમ ઘાટમાં વરસાદ વરસવાની વધુ સંભાવના છે. ખરાબ હવામાનની પ્રતિકૂળ અસરને કારણે, ઉભા કૃષિ પાકોમાં રોગોની શક્યતા વધી રહી છે, જે ખેડૂતો માટે ચિંતાનો વિષય છે. જે પછી ફેબ્રુઆરીના ત્રીજા અઠવાડિયામાં અને માર્ચ-એપ્રિલ મહિનામાં પણ હવામાનમાં સતત ફેરફાર થઈ શકે છે.

ઉપરાંત, પૂર્વ ગુજરાતના ભાગો, સાબરકાંઠા, પંચમહાલ, અરવલ્લીમાં કમોસમી વરસાદ વરસશે. માવઠાના કારણે ખેતીના પાકને મોટું નુકસાન થવાની ભીતિ છે. આજે અને આવતીકાલે છુટાછવાયા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: આગામી સમયમાં 2 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતાઓ, માવઠું ફરી આવી શકે છે.

આ પણ વાંચો: ગુજરાતમાં માવઠું, જાણો ક્યારે કમોસમી વરસાદ પડશે

આ પણ વાંચો: ગુજરાતમાં અનિયમિત બનતો વરસાદ અને નિયમિત થતું માવઠું