BJP/ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે જ ભાજપ સંગઠનનું માળખું જાહેર

ગુજરાત પ્રદેશ ભાજપમાં સંગઠનાત્મક ફેરફારની રાહ લાંબા સમયથી જોવામાં આવી રહી હતી. નવો પદ્દભાર કોને સોંપવામાં આવશે તેવી લાંબા સમયથી ચાલતી અટકળોનો આંત આવી ગયો

Gujarat Others
cr patil સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે જ ભાજપ સંગઠનનું માળખું જાહેર

ગુજરાત પ્રદેશ ભાજપમાં સંગઠનાત્મક ફેરફારની રાહ લાંબા સમયથી જોવામાં આવી રહી હતી. નવો પદ્દભાર કોને સોંપવામાં આવશે તેવી લાંબા સમયથી ચાલતી અટકળોનો આંત આવી ગયો છે અને ભાજપ સંગઠનનું માળખું જાહેર કરી દેવામાં આવ્યું છે. ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલની અધ્યક્ષતામાં ગુજરાત ભાજપની આ ટીમ પ્રદેશ ભાજપની કામગીરી સંભાળશે.

ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલ સંગઠન માળખ પ્રમાણે ભાજપનાં દિગ્ગજ પાટીદાર નેતા ગોરધન ઝડફિયાને ઉપપ્રમુખની કામગીરી સોંપવામાં આવી છે. સાથે સાથે સંગઠન મહામંત્રી પદે સૌરાષ્ટ્ર ભાજપનાં ભીખુભાઈ દલસાણીયા યથાવત રાખવામાં આવ્યા છે. પાટીદાર નેતા ગોરધન ઝડફિયા સહિત 7 ઉપપ્રમુખ જાહેર કરાયા છે.

ભાર્ગવ ભટ્ટને પ્રદેશ મહામંત્રીનો હવાલો સોંપવામાં આવ્યો છે, તો સાથે સાથે પૂર્વ મંત્રી રજની પટેલને પણ મહામંત્રીનો હવાલો સોંપવામાં આવ્યો ચે. ભાજપનાં યુવા નેતા પ્રદીપસિંહ વાઘેલા પણ મહામંત્રી બનાવવામાં આવ્યા છે. તો વિનોદભાઈ ચાવડાને પણ મહામંત્રી તરીકેનો કાર્યભાર સોંપવામાં આવ્યો છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…