Youth death-Heart Attack/ વડોદરામાં વિદ્યાર્થી મિત્રો સાથે-સાથે વાત કરતાં ઢળી પડ્યોઃ હાર્ટ એટેકથી મોત

ગુજરાતમાં નાની ઉંમરમાં મૃત્યુના બનાવમાં વધારો નોંધાયો છે. તેમા હવે વધુ એક ઉમેરો થયો છે. વડોદરામાં યુવાન મિત્રો સાથે વાત કરતાં-કરતા ઢળી પડ્યો હતો. તેનું નિધન હાર્ટ એટેકના લીધે થયું હોવાનું માનવામાં આવે છે.

Top Stories Gujarat
MS University વડોદરામાં વિદ્યાર્થી મિત્રો સાથે-સાથે વાત કરતાં ઢળી પડ્યોઃ હાર્ટ એટેકથી મોત

વડોદરાઃ ગુજરાતમાં નાની ઉંમરમાં Youth Death-Heart attack મૃત્યુના બનાવમાં વધારો નોંધાયો છે. તેમા હવે વધુ એક ઉમેરો થયો છે. વડોદરામાં યુવાન મિત્રો સાથે વાત કરતાં-કરતા ઢળી પડ્યો હતો. તેનું નિધન હાર્ટ એટેકના લીધે થયું હોવાનું માનવામાં આવે છે.

વડોદરામાં દીપ ચૌધરી નામના આ યુવાનનું મિત્રો સાથે વાત કરતાં કરતાં મૃત્યુ પામ્યો હતો. મહારાજા સયાજીરાવ (એમએસ) યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં અભ્યાસ કરતાં દીપ ચૌધરી નામના આ વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી નિધન થયું હતું.

આ દીપ ચૌધરી એમ.એસ. યુનિવર્સિટીમાં Youth Death-Heart attack  ઝુઓલોજીમાં અભ્યાસ કરતો હતો. તે છોકરાઓની હોસ્ટેલમાં મિત્રોને મળવા ગયો હતો. તે દરમિયાન તે મિત્રો સાથે વાતચીત કરતાં-કરતા અચાનક ઢળી પડ્યો હતો. ચિંતાતુર મિત્રે તેને તાત્કાલિક સયાજી હોસ્પિટલમાં ખસેડ્યો હતો ત્યાં ફરજ પર હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. વિદ્યાર્થીના અચાનક મોતથી પરિવાર આઘાતમાં ડૂબી ગયો છે અને મિત્રો શોકમાં ગરકાવ છે.

તાજેતરમાં મૂળ બીલીમોરાનો રહેવાસી અને ગાંધીનગર Youth Death-Heart attack  અભ્યાસ કરતા 21 વર્ષીય યુવાનું હૃદય રોગનો હુમલો આવતા મોત થયું હતું. ગાંધીનગર ખાતે આયુષ ગાંધી નામના યુવકનું હાર્ટ એટેક આવતા મોત થયું હતું. બીલીમોરાના જીવન જ્યોત એપાર્ટમેન્ટમાં આયુષ ગાંધીના મોતના સમાચાર મળતા સમગ્ર પરિવાર આઘાતમાં છે. આ આશાશ્પદ યુવાન ગાંધીનગરમાં આઈટી ફિલ્માં અભ્યાસ કરતો હતો. આ પહેલો કિસ્સો નથી કે જેમાં કોઈ યુવાનને હાર્ટ એટેક આવ્યો હોય પણ ગુજરાતમાં છેલ્લા ઘણાં સમયથી હાર્ટ એટેકના કિસ્સા વધ્યા છે તેનો આ પુરાવો છે.

 

આ પણ વાંચોઃ ડાયમંડ વેપારીઓ મુશ્કેલીમાં/સાઈબર ક્રાઈમની ફરિયાદ બાદ સુરતની 27 હીરા કંપનીઓનાં બેન્ક ખાતા ફ્રીઝ, કરોડોના વ્યવહારો ખોરવાયા

આ પણ વાંચોઃ દુર્ઘટના/ભરૂચમાં ઈમારત ધરાશાયી થતા નિંદ્રાધીન પરિવાર કાટમાળમાં દટાયો, એકનું મોત

આ પણ વાંચોઃ અમદાવાદ/ગેરકાયદેસર હથિયારોની દાણચોરીના નેટવર્કનો પર્દાફાશ, નિવૃત્ત જવાન સહિત 2ની ધરપકડ

આ પણ વાંચોઃ Banaskantha Accident/બનાસકાંઠામાં માતેલા સાંઢની જેમ આવેલી કારે દાદા-પૌત્રને ઉડાવ્યા

આ પણ વાંચોઃ surat accident/સુરત નજીક હાઇવે પર આ બસ ક્યાં ખાબકી છે તે જુઓ, તમારા ધબકારા જ રહી જશે