Vadodara news/ વડોદરાના બધા જ વિદ્યાર્થીઓને MS યુનિ.માં પ્રવેશ આપવાની માંગ પર વિદ્યાર્થી સંગઠનો અડગ

વડોદરાની MS યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર વિજય શ્રીવાસ્તવે સ્થાનિક વિદ્યાર્થીઓ માટે 1400 બેઠક વધારવાનો નિર્ણય કર્યો હોવા છતાં વિવિધ વિદ્યાર્થી સંગઠનો તેને ફક્ત લોલીપોપ ગણાવી વિરોધ કરી રહ્યા છે.

Gujarat Vadodara Trending Breaking News
Beginners guide to 11 1 વડોદરાના બધા જ વિદ્યાર્થીઓને MS યુનિ.માં પ્રવેશ આપવાની માંગ પર વિદ્યાર્થી સંગઠનો અડગ

Vadodara News: વડોદરાની MS યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર વિજય શ્રીવાસ્તવે સ્થાનિક વિદ્યાર્થીઓ માટે 1400 બેઠક વધારવાનો નિર્ણય કર્યો હોવા છતાં વિવિધ વિદ્યાર્થી સંગઠનો તેને ફક્ત લોલીપોપ ગણાવી વિરોધ કરી રહ્યા છે. વિદ્યાર્થીઓની માંગ છે કે વડોદરાના તમામ વિદ્યાર્થીઓને કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશ આપવામાં આવે. તેઓએ લોલીપોપની મોટી પ્રતિકૃતિ બનાવી હતી અને સત્તાધીશોને આપવામ આવ્યા હતા. જો કે તેઓ આમ કરે તે પહેલા પોલીસે બધાને રોકતા ઝપાઝપીના દ્રશ્યો જોવા મળ્યા હતા. પોલીસે વિદ્યાર્થીઓની લોલીપોપ છીનવી તોડી નાખી હતી. વિદ્યાર્થીઓ આ લોલીપાપ વીસી સરને આપવા માંગતા હતા.

AGSUના વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે અમે સ્થાનિક વિદ્યાર્થીઓ માટે આંદોલન કરી રહ્યા છીએ. ગઈકાલે કુલપતિના સ્ટેટમેન્ટમાં એવું બોલ્યા છે કે 1400 સીટનો વધારો કરવામાં આવ્યો છે, પરંતુ પહેલા દિવસથી એક જ માંગ છે. તમામે તમામ સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ મળવો જોઈએ.

WhatsApp Image 2024 06 19 at 3.00.53 PM વડોદરાના બધા જ વિદ્યાર્થીઓને MS યુનિ.માં પ્રવેશ આપવાની માંગ પર વિદ્યાર્થી સંગઠનો અડગ

NSUIએ આજે હેડ ઓફિસ ખાતે વિરોધપ્રદર્શન કર્યું હતું. હેડ ઓફિસની બહાર મેઈન રોડ ચક્કાજામ કર્યો હતો. પોલીસે આંદોલન કરી રહેલા પાંચથી વધુ કાર્યકરોની ટીંગાટોળી સાથે અટકાયત કરી હતી. વડોદરાના તમામ સ્થાનિક વિદ્યાર્થીઓને કોમર્સ ફેકલ્ટીના પ્રથમ વર્ષમાં પ્રવેશ મળવો જોઈએ એવી માગ કરી કુલપતિ ‘હાય હાય’ના નારા લગાવ્યા હતા.

WhatsApp Image 2024 06 19 at 3.00.53 PM 1 વડોદરાના બધા જ વિદ્યાર્થીઓને MS યુનિ.માં પ્રવેશ આપવાની માંગ પર વિદ્યાર્થી સંગઠનો અડગ

NSUIના પ્રમુખ અમર વાઘેલાએ જણાવ્યું હતું કે અમારી માગણી છે કે વડોદરાના તમામ વિદ્યાર્થીઓનો એમ.એસ. યુનિવર્સિીટમાં ભણવાનો હક છે. જ્યાં સુધી કોમર્સમાં તમામ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં નહીં આવે ત્યાં સુધી અમે આંદોલન ચાલુ રાખીશું. આજે અમે ચક્કાજામ કરીને વિરોધ કર્યો છે. ગઈકાલે વિદ્યાર્થીઓ, પૂર્વ વિદ્યાર્થી, ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ વિશાળ રેલી કાઢી યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે પહોંચીને હલ્લાબોલ કર્યો હતો અને વીસી હાય હાયના નારા લગાવ્યા હતા.

WhatsApp Image 2024 06 19 at 3.00.53 PM 2 વડોદરાના બધા જ વિદ્યાર્થીઓને MS યુનિ.માં પ્રવેશ આપવાની માંગ પર વિદ્યાર્થી સંગઠનો અડગ

આ સમયે તમામ વિદ્યાર્થીઓ કાળા પોશાકમાં સજ્જ થઈને આવ્યા હતા. આજના દિવસને કાળો દિવસ ગણાવ્યો હતો. આ સમયે પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું અને ઉગ્ર બોલાચાલીનાં દૃશ્યો સર્જાયાં હતાં. વિદ્યાર્થી સંગઠનોએ 48 કલાકનું અલ્ટિમેટ આપ્યું હતું અને 48 કલાકમાં વડોદરાના તમામ સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ નહીં મળે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.

એમ. એસ. યુનિવર્સીટીના વાઇસ-ચાન્સેલર વિજય શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે ગઈકાલે રાત્રે સાંસદ અને ધારાસભ્યો સાથે MSUના સભ્યોની બેઠક મળી હતી, જે ત્રણ કલાક સુધી ચાલી હતી. વાલીઓ અને વિદ્યાર્થીઓ અમારા માટે મુખ્ય છે. જોકે ગત વર્ષે 95 ટકા વિદ્યાર્થીઓ વડોદરાના હતા. GCAS અંતર્ગત વર્તમાન બેઠક વ્યવસ્થા કરી હતી, જેમાં 70 ટકા વડોદરા અને 30 ટકા બહારના વિદ્યાર્થીઓનો સમાવેશ કરાયો હતો. હાલ મેરિટ આધારે પ્રવેશ પણ આપી દેવાયો છે અને હવે એમાં કોઈ દખલગીરી કરી શકાય નહીં.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: જામનગરમાં બાલાજીની વેફરમાંથી મરેલો દેડકો નીકળ્યો

આ પણ વાંચો: સુરતમાં દેરાસર બહાર પશુનું માથું ફેંકાતા જૈનોમાં રોષ

આ પણ વાંચો: ગુજરાતના અન્ન પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમારની તબિયત લથડી

આ પણ વાંચો: ગુજરાત યુનિ.નો છબરડો, ગર્લ્સ કોલેજમાં બોય્સને આપ્યો પ્રવેશ