Usa News : અમેરિકામાં તમે અભ્યાસ કે નોકરી કરવા માંગતા હશો તો તમારેઅમેરિકા તરફની ‘વફાદારી’ની સાબિતી આપવી પડશે. તે સિવાય ગ્રીન કાર્ડ માટે Application કરનારા વિદેશી કામદારોને ત્યારે જ વિઝા મળશે જ્યારે તેઓપોતાને અમેરિકા તરફી હોવાનું સાબિત કરશે. તાજેતરમાં US Citizenship and Immigration Service ( USCIS ) એ એક નવી નીતિ જાહેર કરી છે. જેમાં કોઈપણ વિવેકાધીન વિશ્લેષણમાં અમેરિકા વિરોધી પ્રવૃત્તિ નકારાત્મક પરિબળ રહેશે.
સામાન્ય ભાષામાં કહીએ તો કોઈપણ પ્રકારના ગ્રીન કાર્ડ. વિઝા, અથવા અમેરિકન નાગરિકતા માટે અરજી કરનાર વ્યક્તિની અરજીનું પરિણામ તેના પર નિર્ભર રહેશે કે સંબંધિત અધિકારી અરજદારને અમેરિકન વિચારધારાઓનો સમર્થક માને છે કે નહીં. આમ વિઝા આપનાર અધિકારી નક્કી કરશે કે તમે અમેરિકાના સમર્થક છો કે નથી. . જો તેને લાગે કે તમે અમેરિકાને ટેકો આપો છો, તો તમને વિઝા મળશે. જો તેને લાગે કે તમે અમેરિકા વિરોધી છો, તો અરજી રદ કરી દેવામાંઆવશે.
જે લોકો અમેરિકાને નફરત કરે છે અને અમેરિકા વિરોધી લાગણીઓને પ્રોત્સાહન આપે છે તેમને આ દેશના લાભ બિલકુલ ન આપવા જોઈએ, એમ USCIS ના પ્રવક્તા મેથ્યુ ટ્રેગેસરે કહ્યું હતું. USCIS એવી નીતિઓ અને પ્રક્રિયાઓ લાગુ કરવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે જે અમેરિકા વિરોધી બાબતોને દૂર કરી શકે અને વિઝા માટે ચકાસણી વધારી શકે.’ તેમણે વધુમાં કહ્યું, ‘ અમેરિકામાં રહેવું અને કામ કરવું એટલે કે અહીં સ્થળાંતર કરવું એ એક વિશેષાધિકાર છે, અધિકાર નથી.’
નવી નીતિ હેઠળ, USCIS અધિકારીઓ એવા અરજદારોની તપાસ કરશે જે આતંકવાદી સંગઠનો અથવા જૂથોના વિચારોને સમર્થન આપે છે. વિઝા આપતા પહેલા જે લોકો અમેરિકન વિરોધી વિચારધારાઓ અથવા પ્રવૃત્તિઓ, યહૂદી વિરોધી લાગણીઓ, યહૂદી વિરોધી આતંકવાદ, યહૂદી વિરોધી આતંકવાદી સંગઠનો અને યહૂદી વિરોધી વિચારધારાઓને સમર્થન આપે છે તેમની પણ તપાસ કરવામાં આવશે. આવા લોકોને ઓળખવા માટે, વિઝા આપતા પહેલા અરજદારની સોશિયલ મીડિયા પ્રોફાઇલની હવે ચકાસણી કરવામાં આવી રહી છે.
ગમે તે હોય, અમેરિકાએ જાહેરાત કરી છે કે કોઈપણ વ્યક્તિને સ્ટુડન્ટ વિઝા કે વર્ક વિઝા આપતા પહેલા, તે વ્યક્તિની સંપૂર્ણ તપાસ થવી જોઈએ. વિઝા માટે અરજી કરનારા લોકોના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ તપાસવામાં આવી રહ્યા છે. અમેરિકા બિલકુલ ઇચ્છતું નથી કે જે લોકો તેના વિચારો સાથે સહમત નથી તેમને અહીં પ્રવેશ મળે. એકંદરે, તે તેની નીતિ દ્વારા રાષ્ટ્રવિરોધી લોકોને બહાર રાખવા માંગે છે.
આ પણ વાંચો: વ્હાઇટ હાઉસમાં બેઠક પહેલા રશિયાનો યુક્રેન પર ભીષણ હુમલો, ઝેલેન્સ્કીએ કહ્યું- જાણી જોઈને બોમ્બ વરસાવ્યા
આ પણ વાંચો: ukraine russia conflict/ઝેલેન્સકીને આંચકો લાગ્યો, રશિયા યુક્રેન યુદ્ધ, ટ્રમ્પ ફરી કર્યો પક્ષ પલટો! ડોનબાસ પ્રદેશ પર સમર્થન!
આ પણ વાંચો: us news/પુતિનને મળ્યા પછી ટ્રમ્પનો સ્વર બદલાઈ ગયો, ‘હવે મારે વિચારવું પડશે…’, રશિયા પાસેથી તેલ ખરીદતા દેશો વિશે શું કહ્યું?
