Not Set/ સુરેન્દ્રનગર જીલ્લામાં મનરેગામાં કૌભાંડ અંગે ખેડૂત એકતા મંચ દ્વારા જીલ્લા કલેક્ટરને રજૂઆત 

ખેડૂતો દ્વારા વધુ એક મનરેગા યોજનાના કૌભાંડ અંગે રજૂઆત કરાઈ

Gujarat
IMG 20210727 WA0021 સુરેન્દ્રનગર જીલ્લામાં મનરેગામાં કૌભાંડ અંગે ખેડૂત એકતા મંચ દ્વારા જીલ્લા કલેક્ટરને રજૂઆત 

@સચિન પીઠવા, સુરેન્દ્રનગર, મંતવ્ય ન્યુઝ.

 

સુરેન્દ્રનગર જીલ્લામાં મનરેગામાં કૌભાંડ અંગે ખેડૂત એકતા મંચ દ્વારા જીલ્લા કલેક્ટરને રજૂઆત

 

– ખેડૂતો દ્વારા વધુ એક મનરેગા યોજનાના કૌભાંડ અંગે રજૂઆત કરાઈ

 

સુરેન્દ્રનગર જીલ્લાના વિવિધ ગામોમાં મનરેગા યોજના હેઠળ મોટા પાયે કૌભાંડ‌ અંગે ખેડૂત એકતા મંચ દ્વારા અગાઉ રજૂઆત બાદ કોઈ જ પગલાં લેવામાં ન આવતા ફરી જીલ્લા કલેકટરને ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી.

 

વધુ એક મનરેગા યોજનાના કૌભાંડ અંગે રજૂઆત કરાઈ

 

તાજેતરમાં ખેડૂત એકતા મંચ દ્વારા મનરેગા કૌભાંડ અંગે સુરેન્દ્રનગર જીલ્લા કલેક્ટરને રસ્તામાં રજૂઆત કરવાની સાથે સુરેન્દ્રનગર જીલ્લા વિકાસ અધિકારીને ચાલુ મીટીંગમાં ધસી જઇને ખેડૂત એકતા મંચ દ્વારા આ કૌભાંડ અંગે વિગતવાર રજૂઆતો કરાઇ હતી. અને આજે સુરેન્દ્રનગર જીલ્લાના વિવિધ ગામોમાં મનરેગા યોજના હેઠળ મોટા પાયે કૌભાંડ‌ અંગે ખેડૂત એકતા મંચ દ્વારા અગાઉ રજૂઆત બાદ કોઈ જ પગલાં લેવામાં ન આવતા ફરી જીલ્લા કલેકટરને ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી.

IMG 20210727 WA0022 સુરેન્દ્રનગર જીલ્લામાં મનરેગામાં કૌભાંડ અંગે ખેડૂત એકતા મંચ દ્વારા જીલ્લા કલેક્ટરને રજૂઆત 

સુરેન્દ્રનગર જીલ્લાના મૂળી તાલુકાના રાયસંગપરમાં ગામમાં વધુ પાંચ વ્યક્તિઓએ કામ ન કર્યું હોવા છતા વર્ષ 2017થી વર્ષ 2021સુધી ગેરકાયદેસર જોબ કાર્ડ બનાવી ખાતામાં રૂપિયા જમા કરાવી અંદાજે રૂ.2.83 લાખની છેતરપીંડી અંગે પણ રજૂઆત કરવામાં આવી હતી. એ અગાઉ મનરેગા કૌભાંડમાં અગાઉ લખતર તાલુકાના અણીયારી, મુળી તાલુકાના ગઢડા અને ચોટીલા તાલુકાના નાની મોરસલ ગામમાં મનરેગા યોજનામાં કૌભાંડ અંગે રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ અનેક રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા આજ દિન સુધી કોઇ જ પગલા ન લેવામાં આવતા આજે ખેડૂત એકતા મંચ દ્વારા સુરેન્દ્રનગર જીલ્લા કલેક્ટરને લેખીત રજૂઆત કરવામાં આવી હતી. અને આ અંગે તાકીદે યોગ્ય તપાસ કરી કસૂરવારો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની વ્યાપક માંગ પણ ઉઠાવી હતી.