ચોથું પરિમાણ/ જી-20નું સફળ સમાપન, ભારતનો વૈશ્વિક રાજકારણમાં ચોથી ધરી ઊભી કરવાનો સફળ પ્રયાસ

રશિયા-યુક્રેન યુદ્ધના પડછાયામાં યોજાયેલી આ જી-20માં ભારતે વૈશ્વિક રાજકારણમાં હવે સત્તાનું ચોથું પરિમાણ કે ચોથું કેન્દ્ર ઊભું કરવાનો પ્રયાસ કર્યો છે અને તે મહદ અંશે સફળ પણ રહ્યો છે.

Mantavya Exclusive
For Vishal Jani 25 જી-20નું સફળ સમાપન, ભારતનો વૈશ્વિક રાજકારણમાં ચોથી ધરી ઊભી કરવાનો સફળ પ્રયાસ

જી-20ના સફળ આયોજનની સાથે ભારતે દર્શાવી  દીધું છે કે વૈશ્વિક રાજકારણમાં તેનું આગવું મહત્વ છે. રશિયા-યુક્રેન યુદ્ધના પડછાયામાં યોજાયેલી આ જી-20માં ભારતે વૈશ્વિક રાજકારણમાં હવે સત્તાનું Fourth Dimension ચોથું પરિમાણ કે ચોથું કેન્દ્ર ઊભું કરવાનો પ્રયાસ કર્યો છે અને તે મહદ અંશે સફળ પણ રહ્યો છે. રશિયાના પ્રમુખ પુતિન અને ચીનના પ્રમુખ જિનપિંગની ગેરહાજરી છતાં પણ ભારતે વિશ્વના ટોચના રાજકારણીઓ સમક્ષ તેની પ્રભાવશાળી રાજકીય છાપ છોડી છે.

આ સંમેલનનો સૌથી મહત્વનો પદાર્થપાઠ હોય તો એ છે કે ભારતે અમેરિકા, યુરોપ, રશિયા અને ચીન જેવા દેશોની ત્રણ ધરીમાંથી કોઈની પણ લાઇન પકડ્યા વગર ચોથી લાઇન ઊભી કરી છે. બીજા શબ્દોમાં કહીએ તો Fourth Dimension વૈશ્વિક રાજકારણમાં ભારત હવે સત્તાના ચોથા કેન્દ્ર તરીકે ઉભરી રહ્યુ છે અને ભારતનો અવાજ અવગણી શકાય તેમ નથી તે આ જી-20એ સાબિત કર્યુ છે. તેનો સૌથી મોટો પુરાવો ભારતે જી-20 દેશોમાં આફ્રિકન સમૂહને જોડવાનો કર્યો તે અને જી-20એ પણ કબૂલ રાખ્યો તે છે.

આમ ભારત અને ફક્ત આત્મનિર્ભર બનવાની જ દિશામાં આગળ વધી રહ્યું છે તેવું નથી પરંતુ રાજકીય રીતે વધુને વધુ પ્રભાવશાળી બનવા જઈ રહ્યુ છે. આજના આંતરસંકલનના યુગમાં દરેક પ્રકારની ઘટના કે કટોકટી Fourth Dimension ફક્ત તે સ્થળ કે પ્રદેશ પૂરતી મર્યાદિત ન રહેતા વૈશ્વિક કટોકટી બનવા જઈ છે. તેનું શ્રેષ્ઠ ઉદાહરણ અઢાર મહિનાથી ચાલતુ રશિયા-યુક્રેન યુદ્ધ છે. આજે 18 મહિના પછી પણ આ યુદ્ધનું નિરાકરણ ન આવતા વિશ્વસ્તરે ફુગાવાએ માઝા મૂકી છે. રશિયા સામે અમેરિકા-યુરોપ એક ધરી બની ગઈ છે. બીજી બાજુએ રશિયા-ચીનની એક ધરી બની ગઈ છે. હવે આ બંને ધરીને જોડતો એકમાત્ર સેતુ હોય તો તે ભારત જ છે.

આજે ભારત જ છે જેના લીધે રશિયા સમગ્ર વિશ્વમાં રાજકીય રીતે અસ્પૃશ્ય બનતા બચ્યું છે. બીજી બાજુએ ભારત ચીનના વધતા જતા રાજકીય અને આર્થિક પ્રભાવને પણ ખાળી રહ્યુ છે અને ભારતને પોતાને આર્થિક રીતે આત્મનિર્ભર તથા રાજકીય રીતે પ્રભાવશાળી બનાવી રહ્યું છે. ભારતે સૂચવેલો મિડલઇસ્ટ-યુરોપ કોરિડોર આ જ રાજકીય અને આર્થિક કુનેહનું Fourth Dimension પરિણામ છે. તેના પરિણામે આજે સ્થિતિ એવી આવી છે કે ચીન જેવા ચીને પણ ભારતની રાજકીય કુનેહને સ્વીકારવી પડી છે અને તેની પ્રશંસા કરવાની ફરજ પડી છે.

ભારતે પોતાની ધરતી પર જી-20નો ઉપયોગ કોઈપણ પ્રકારે રશિયા કે ચીન સામેની જાહેરાત  કરવા માટે પણ થવા દીધો નથી. પણ દરેક પ્રકારની બાબતોનો ઉકેલ યુએન ચાર્ટર મુજબ તથા પારસ્પરિક સંવાદ દ્વારા જ લાવવો જોઈએ તેના પર ભાર મૂક્યો છે. તેથી જ પીએમે કહ્યું છે કે વર્તમાન યુગ યુદ્ધનો નહી પણ બુદ્ધનો છે.

અમેરિકા અને યુરોપને પણ ધીમે-ધીમે તે વાતની પ્રતીતિ થઈ રહી છે કે તેમણે યુક્રેનના યુદ્ધમાં જોડાઈને કેટલી મોટી ભૂલ કરી છે. આજે તેના લીધે બે દેશો વચ્ચેનો પ્રશ્ન એક વૈશ્વિક પ્રશ્ન બની રહ્યો છે. આજે યુરોપ અને અમેરિકા બંનેએ યુક્રેન માટે એક પછી એક સહાયના પેકેજ જાહેર કરવા પડી રહ્યા છે અને તેનો બોજો તેમની પ્રજાના શિરે આવતા યુરોપ તથા અમેરિકા બંનેમાં મોંઘવારી માઝા મૂકી રહી છે. આજે તેના કારણે ક્રૂડના ભાવ 92 ડોલરને સ્પર્શી ગયા છે. યુરોપ તથા અમેરિકાએ યુક્રેન યુદ્ધને લઈને રશિયા સાથે સંવાદનો વ્યાપ વિસ્તારવાના બદલે તેના પર પ્રતિબંધો લાદીને તેને આર્થિક રીતે તોડવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેમા તેમને અપેક્ષિત સફળતા મળી નથી.

ભારતે જી-20ના સફળ આયોજનમાં બધા દેશોને પ્રતિબંધોની નકારાત્મક રાજનીતિમાંથી બહાર આવીને સકારાત્મક રાજનીતિ તથા પારસ્પરિક જોડાણ અને નડતા પ્રશ્નોને થોડા સમય માટે બાજુએ મૂકવાનો અભિગમ અપનાવ્યો તેની વૈશ્વિક સ્તરે પ્રશંસા થઈ રહી છે. એક સમયે યુક્રેન યુદ્ધ જે ગણતરીના દિવસોમાં ખતમ થઈ જશે તેમ મનાતું હતું તે યુરોપ તથા Fourth Dimension અમેરિકાએ આપેલા ટેકાના લીધે 18 મહિના લંબાયું છે. હવે તો પરિસ્થિતિ એવી છે કે સૈનિકો અને ધરતી જ ફક્ત યુક્રેનની છે, બાકીના બધા સંસાધનો યુરોપ અને અમેરિકાના છે.

યુક્રેનનું અસ્તિત્વ બચાવવા મરણિયા બનેલા ઝેલેન્સ્કીએ સમગ્ર યુરોપને આ યુદ્ધ સાથે જોડવામાં સફળતા મેળવી છે. તેથી હવે વાસ્તવમાં આ યુદ્ધ રશિયા અને યુક્રેન વચ્ચે ન રહેતા રશિયા અને પશ્ચિમ વચ્ચે બની ગયું છે. તેથી જ પીએમ મોદીએ પણ રશિયાને સંવાદના ટેબલ પર જ આવીને આનો ઉકેલ લાવવા જણાવ્યું છે. જી-20ના પ્લેટફોર્મ દ્વારા ભારતે દર્શાવી દીધું છે કે વૈશ્વિક રાજકારણમાં ચોથો અવાજ હોય તો તે ગ્લોબલ સાઉથનો છે. તેના પર આજ સુધી ધ્યાન આપવામાં આવ્યું નથી. અમેરિકા અને યુરોપ સિવાય પણ વિશ્વ છે તેમ કહેવાનો તેમણે પ્રયાસ કર્યો છે. તેની સાથે તેમણે ગ્લોબલ સપ્લાય ચેઇનને એક જ સ્થળ કે કેન્દ્રિત રાખવાના બદલે બહુપક્ષીય કે બહુદેશીય બનાવવાનું કહીને તેના વિકેન્દ્રીકરણ પર ભાર મૂક્યો છે. આ વાત કોરોના દરમિયાન અમેરિકાથી લઈને યુરોપ પણ સારી રીતે સમજી ચૂક્યા છે. કોરોનાના લીધે ચીનથી આવતો પુરવઠો થંભી જતા વૈશ્વિક ઇકોનોમી જાણે થંભી ગઈ હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી.

તેના પગલે કેટલાય ઉદ્યોગોએ બીજા વિકલ્પ તરીકે ભારતને પસંદ કર્યુ છે. આમ વિપરીત સ્થિતિનો ઉપયોગ પણ પીએમ મોદી પોતાની તરફેણમાં કરવામાં સફળ રહ્યા છે. આમ પીએમ મોદીએ 2047 સુધીમાં ભારતને આર્થિક અને રાજકીય રીતે વિશ્વસ્તરે શક્તિશાળી બનાવવાનો રોડમેપ કંડારી દીધો છે. આજે ગ્લોબલ સાઉથમાં દક્ષિણ એશિયાઈ દેશો તથા કોરાણે મૂકાઈ ગયેલા આફ્રિકન દેશો માટે પીએમ મોદી એક એવો અવાજ બનીને આવ્યા છે જે વૈશ્વિક સત્તાધીશોના કાન સુધી પહોંચવાની ક્ષમતા ધરાવે છે. આગામી સમયમાં તેના આશાસ્પદ પરિણામ પણ ચોક્કસ જોવા મળશે.

 

આ પણ વાંચોઃ Surat-IT Raid/ સુરતમા આવકવેરા ખાતું ત્રાટક્યુઃ એક સાથે 35 સ્થળોએ દરોડા

આ પણ વાંચોઃ INDIA Meeting/ I.N.D.I.A.ની સંકલન અને ચૂંટણી વ્યૂહરચના સમિતિની પ્રથમ આજે પ્રથમ બેઠક

આ પણ વાંચોઃ DRIની કાર્યવાહી/અમદાવાદ DRIનો ચૈન્નઇ અને બેંગ્લોરમાં સપાટો,દુબઇથી આવતી ગેરકાયદે સાત કરોડની સોપારી કરી જપ્ત

આ પણ વાંચોઃ અમદાવાદ/ગાયકવાડ હવેલીના પોલીસ કોન્સ્ટેબલે ગળેફાંસો ખાઈ ટુકાવ્યું જીવન

આ પણ વાંચોઃ ઇન્વેસ્ટમેન્ટ હબ/ગુજરાતમાં ટેક્સ્ટાઇલ-કેમિકલ સેક્ટર કમ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં 4,067 કરોડનું થશે રોકાણ