સુરત/ રક્ષાબંધન પહેલા માર્કેટમાં આવી નવી મીઠાઈ, નામ જાણીને તમે પણ કહેશો વાહ..

સોંગ “બચપન કા પ્યાર” ખુબ ચર્ચામાં છે અને સોશિયલ મીડિયામાં વાયુવેગે વાયરલ થઇ રહ્યું છે, ત્યારે બીજી બાજુ રક્ષાબંધનના પવિત્ર તહેવારને…

Gujarat Surat
રક્ષાબંધન

છેલ્લા કેટલાક દિવસોથી એક નાના છોકરા દ્વારા ગાવામાં આવેલું સોંગ “બચપન કા પ્યાર” ખુબ ચર્ચામાં છે અને સોશિયલ મીડિયામાં વાયુવેગે વાયરલ થઇ રહ્યું છે, ત્યારે બીજી બાજુ રક્ષાબંધન ના પવિત્ર તહેવારને હવે ગણતરીના જ દિવસો બાકી છે, ત્યારે મીઠાઈ વગર આ તહેવારની વાત જ નાં કરી શકાય.

આ પણ વાંચો :મનસુખ માંડવિયાના પાટીદાર એટલે ભાજપ નિવેદનના સંદર્ભે નરેશ પટેલે કહ્યું કંઇક આવું

આ જ અરસામાં હવે ખુબ વાયરલ થયેલા “બચપન કા પ્યાર” નામના સોંગ પરથી ડાયમંડ સીટી સુરતમાં બચપન કા પ્યાર નામની મીઠાઈ બનાવામાં આવી છે. એક તબક્કે બચપન કા પ્યાર નામની મીઠાઈનું નામ સંભાળીને તમે અચરજમાં પડી જશો અને નવાઈ પણ લાગશે, પરંતુ આ એક સાચી વાત છે.

આ પણ વાંચો : ફૂડ વિભાગનો સપાટો : ખાદ્ય ચીજવસ્તુઓની ૨૫ પેઢીમાં ત્રાટકી ૨૨ કિ.ગ્રા અખાદ્ય તેલ અને 26 કિ.ગ્રા વાસી

સુરતમાં રક્ષાબંધન ના તહેવાર નિમિત્તે સામે ભાઈ-બહેનના બચપનના પ્યારની યાદ અપાવતી આ મીઠાઈએ ખૂબ આકર્ષણ જગાવ્યું છે.

આપને જણાવી દઈએ કે, આપના રક્ષાબંધન, દિવાળી જેવા મોટા તહેવારોમાં અને શુભ પ્રસંગ મીઠાઈ વગર અધૂરા રહે છે, ત્યારે સુરતના પાર્લેપોઈન્ટ વિસ્તારમાં આવેલી 24 કેરેટ મીઠાઈની દુકાનમાં કાર્બનમાંથી બનેલી ચારકોલ કાજુકત્રી, બબલ્સ ગમ મીઠાઈ અને બચપન કા પ્યાર નામથી મીઠાઈ વેચાણ માટે જોવા મળી છે. જેમાંથી ‘બચપન કા પ્યાર’ મીઠાઈ લોકો માટે હાલ આકર્ષણનું કેન્દ્ર બની રહી છે.

આ પણ વાંચો :સરકારે ફી અંગે નિર્ણય નહીં લેતા 50 ટકા ફી માફી માટે કરાઈ જાહેરહિતની અરજી

હકીકતમાં આ મીઠાઈ રક્ષાબંધન પર ખાસ ભાઈ બહેન વચ્ચેનો બાળપણનો પ્રેમ અને બાળપણની યાદો ફરી તાજી થાય તે પ્રકારે બનાવી છે. મીઠાઈ વેચનાર રાધા બહેને જણાવ્યું હતું કે, વર્ષો પહેલા બબલ્સની એક ચિંગમ આવતી હતી. જે હવે નથી મળતી. તેનો જે સ્વાદ હતો તે સ્વાદ સાથેની મીઠાઈ બનાવી છે. જેનું નામ ‘બચપન કા પ્યાર’ આપવાનનું નક્કી કર્યું હતું.

આ પણ વાંચો :આવતીકાલે  ૩૧ સાઈટ પર કોવેક્સિન રસીનો પ્રથમ ડોઝ આપવામાં  ૦૨ પર કોવેક્સીન રસીનો માત્ર બીજો ડોઝ

આ પણ વાંચો :માતા-કાકાની હત્યા બાદ યુવકનો આપઘાતનો પ્રયાસ, બે દિવસ સુધી બેસી રહ્યો મૃતદેહ પાસે