આત્મઘાતી હુમલો/ પત્ની પર આત્મઘાતી હુમલો, પતિએ શરીર પર બોમ્બ બાંધી પત્નીને લીધી બાથમાં, બંનેના ઊડ્યાં ફુરચા

પતિએ પોતાના શરીર પર ડિટોનેટર બાંધી પત્નીના પિયર પહોચ્યો હતો. જ્યાં તેણે પત્નીને ગળે લગાવી હતી. અને બ્લાસ્ટ થયો હતો. જેમાં પતિ લાલા સોમા પગી અને પત્ની શારદાબેન પગીના ટુકડા થઈ ગયા હતા.

Gujarat Others
શિવાય 1 1 પત્ની પર આત્મઘાતી હુમલો, પતિએ શરીર પર બોમ્બ બાંધી પત્નીને લીધી બાથમાં, બંનેના ઊડ્યાં ફુરચા

ગુજરાતના મોડાસામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં પરિણીતા પર પતિએ કરેલા આત્મઘાતી હુમલાથી સમગ્ર વિસ્તારમાં સૌને ચોંકાવી દીધા છે. નશામાં ધૂત પતિએ પોતાના શરીર પર ડેટોનેટર બાંધ્યું અને પત્ની પાસે જઈને તેને ગળે લગાવી.  જેના કારણે વિસ્ફોટમાં બંનેના જીવ ગયા.

વિગત મુજબ મોડાસાના મૂળોજ ગામે લાલા સોમા પગી દારૂ પીવાની આદતને કારણે પત્નીના ચારિત્ર્ય પર શંકા કરતો હતો અને પત્ની અને પુત્રોને દિવસેને દિવસે માર મારતો હતો અને ત્રાસ આપતો હતો. વારંવાર માર મારવાથી કંટાળીને પત્ની શારદાબેન તેના 17 વર્ષના પુત્ર સાથે મામાના ઘરે આવી હતી. બંને વચ્ચેનો આ ઝઘડો સમાજના અગ્રણીઓએ સાથે મળીને ઉકેલ્યો હતો. જો કે દોઢ માસ પહેલા નશામાં ધૂત પતિએ તેના પુત્ર પર કુહાડી વડે હુમલો કર્યો હતો. જેના કારણે તે તેના પુત્રો સાથે તેના ભાઈઓ સાથે રહેવા આવી હતી.

દરમિયાન ગુરુવારે રાત્રે પતિએ પોતાના શરીર પર ડિટોનેટર બાંધી પત્નીના પિયર પહોચ્યો હતો. જ્યાં તેણે પત્નીને ગળે લગાવી હતી. અને બ્લાસ્ટ થયો હતો. જેમાં પતિ લાલા સોમા પગી અને પત્ની શારદાબેન પગીના ટુકડા થઈ ગયા હતા. ભીષણ વિસ્ફોટને કારણે સમગ્ર વિસ્તારના દરેક લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આત્મઘાતી હુમલાના પગલે જિલ્લા પોલીસ વડા, ડીવાયએસપી સહિતના અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ મામલે પોલીસે એફએસએલ ટીમની મદદથી મૃતક લાલા સોમા પગી સામે મર્ડર એન્ડ એક્સપ્લોઝિવ એક્ટ હેઠળ ગુનો નોંધીને તપાસ આગળ ધપાવી છે.

ગુજરાતના 584 વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા : રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણી

યુધ્ધની ભયાવહ પરિસ્થિતિમાં યુક્રેન અને પોલેન્ડ સરહદ વચ્ચે અટવાયા ભૂખ્યા તરસ્યા વિદ્યાર્થીઓ, સરકારને કરી વિનંતી