challenge/ બિલ્કીસ બાનો કેસમાં દોષિતોને મુક્ત કરવાના રાજ્ય સરકારના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર

બિલ્કીસ બાનો કેસમાં દોષિતોને મુક્ત કરવાના ગુજરાત સરકારના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે. આ અરજીમાં તમામ દોષિતોની સજા પર પુનર્વિચાર કરવાની વિનંતી કરવામાં આવી છે

Top Stories Gujarat
4 2 7 બિલ્કીસ બાનો કેસમાં દોષિતોને મુક્ત કરવાના રાજ્ય સરકારના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર

બિલ્કીસ બાનો કેસમાં દોષિતોને મુક્ત કરવાના ગુજરાત સરકારના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે. આ અરજીમાં તમામ દોષિતોની સજા પર પુનર્વિચાર કરવાની વિનંતી કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં વહેલી સુનાવણીની માંગ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે ગોધરાકાંડ બાદ ગુજરાતમાં તોફાનો ફાટી નીકળ્યા હતા અને આ રમખાણો દરમિયાન બિલકિસ બાનુંના પરિવારના સાત સભ્યોના મોત થયા હતા. એટલું જ નહીં, તોફાનીઓએ બિલ્કીસ બાનો પર પણ ગેંગરેપ કર્યો હતો. આ કેસમાં 11 દોષિતો 15 ઓગસ્ટના રોજ ગોધરા સબ જેલમાંથી બહાર આવ્યા હતા. ગુજરાત સરકારે માફી નીતિ હેઠળ દોષિતોને મુક્ત કરવાની મંજૂરી આપી હતી.

બિલ્કીસ બાનોએ દોષિતોની મુક્તિને લઈને ભાવુક થઈને કહ્યું કે જ્યારે મેં સાંભળ્યું કે 11 ગુનેગારો જેમણે મારા પરિવાર અને મારું જીવન બરબાદ કર્યું અને મારી 3 વર્ષની દીકરીને મારી પાસેથી છીનવી લીધી, તેઓ આજે આઝાદ છે, હું સંપૂર્ણ રીતે અવાચક થઈ ગઈ. મને હજુ પણ આઘાત લાગ્યો છે. આજે હું એટલું જ કહી શકું છું – કોઈ પણ સ્ત્રી માટે આ રીતે ન્યાય કેવી રીતે સમાપ્ત થઈ શકે? મને મારા દેશની સર્વોચ્ચ અદાલતોમાં વિશ્વાસ હતો. મને સિસ્ટમ પર વિશ્વાસ હતો અને હું ધીમે ધીમે મારા આઘાત સાથે જીવવાનું શીખી રહી હતી. આ દોષિતોની મુક્તિથી મારી શાંતિ છીનવાઈ ગઈ છે અને ન્યાયમાં મારો વિશ્વાસ ડગમગી ગયો છે. મારું દુ:ખ અને મારી ડગમગી ગયેલી શ્રદ્ધા માત્ર મારા માટે જ નથી પરંતુ અદાલતોમાં ન્યાય માટે લડતી દરેક મહિલા માટે છે.

નોંધનીય છે કે 21 જાન્યુઆરી, 2008 ના રોજ, મુંબઈની વિશેષ CBI કોર્ટે તમામ 11ને આજીવન કેદની સજા સંભળાવી હતી. બધાને બિલકિસ બાનો પર સામૂહિક બળાત્કાર અને તેના પરિવારના 7 સભ્યોની હત્યા માટે દોષિત ઠેરવવામાં આવ્યા હતા. બાદમાં બોમ્બે હાઈકોર્ટે પણ આ સજાને યથાવત રાખી હતી.

2002માં ગોધરા ટ્રેનમાં આગચંપીની ઘટના બાદ ફાટી નીકળેલી હિંસા દરમિયાન બિલ્કીસ બાનો 21 વર્ષની અને 5 મહિનાની ગર્ભવતી હતી. આ સ્થિતિમાં તેણી પર સામૂહિક બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. મૃતકોમાં તેમની 3 વર્ષની પુત્રી પણ સામેલ છે.