Not Set/ રાફેલ અને સબરીમાલા કેસમાં દાખલ રિવ્યૂ પિટિશનમાં સુપ્રીમ કોર્ટ ગુરુવાર સંભળાવશે નિર્ણય

મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઇ, ન્યાયાધીશ આર.એફ. નરીમન, એ.એમ.ખાનવિલકર, ડી.વાય.ચંદ્રચુડ અને ઇંદુ મલ્હોત્રાની બંધારણીય બેંચ ગુરુવારે સવારે 10.30 વાગ્યે સબરીમાલા રિવ્યૂ પિટિશનમાં ચુકાદો આપશે. ત્યારબાદ ચીફ જસ્ટિસ ગોગોઈ, જસ્ટીસ સંજય કિશન કૌલ અને કેએમ જોસેફની ત્રણ જજોની બેંચ રાફેલ રિવ્યૂમાં ચુકાદો આપશે. સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચે ફેબ્રુઆરીમાં 28 સપ્ટેમ્બરનાં ચુકાદા સામે દાખલ કરેલી રિવ્યૂ અરજીઓનાં સમૂહમાં […]

Top Stories India
SC145 રાફેલ અને સબરીમાલા કેસમાં દાખલ રિવ્યૂ પિટિશનમાં સુપ્રીમ કોર્ટ ગુરુવાર સંભળાવશે નિર્ણય

મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઇ, ન્યાયાધીશ આર.એફ. નરીમન, એ.એમ.ખાનવિલકર, ડી.વાય.ચંદ્રચુડ અને ઇંદુ મલ્હોત્રાની બંધારણીય બેંચ ગુરુવારે સવારે 10.30 વાગ્યે સબરીમાલા રિવ્યૂ પિટિશનમાં ચુકાદો આપશે. ત્યારબાદ ચીફ જસ્ટિસ ગોગોઈ, જસ્ટીસ સંજય કિશન કૌલ અને કેએમ જોસેફની ત્રણ જજોની બેંચ રાફેલ રિવ્યૂમાં ચુકાદો આપશે.

સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચે ફેબ્રુઆરીમાં 28 સપ્ટેમ્બરનાં ચુકાદા સામે દાખલ કરેલી રિવ્યૂ અરજીઓનાં સમૂહમાં ચુકાદો અનામત રાખ્યો હતો, જેમાં તમામ વય વર્ગની મહિલાઓને મંદિરમાં પ્રવેશવાનો અધિકાર જાહેર કરાયો હતો. મે 2019 માં, ત્રણ ન્યાયાધીશોની ખંડપીઠે 14 ડિસેમ્બરનાં નિર્ણયની સમીક્ષાની માંગ કરતી અરજીમાં ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો, જેમાં ફ્રેન્ચ કંપની ડસોલ્ટ એવિએશન પાસેથી 36 રાફેલ વિમાન ખરીદવાના સોદામાં કથિત ભ્રષ્ટાચારની તપાસ કરવાનો આદેશ આપવાનો ઇનકાર કર્યો હતો.

કોર્ટે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી વિરુદ્ધ ભાજપ નેતા મીનાક્ષી લેખીની દાખલ કરેલી અવમાનની અરજીમાં પણ આદેશો અનામત રાખ્યા છે. ગુરુવારે અવમાનનાં પિટિશન પણ જાહેર થવાની સંભાવના છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.