Heart Attack/ સુરતમાં હાર્ટ એટેકથી વધુ બે લોકોના મોત, લોકોમાં ચિંતા વધી

આ બંને લોકો કોઈને પણ પ્રકારની ગંભીર બીમારી ન હતી

Gujarat Trending
Surat 2 more died in heart attack સુરતમાં હાર્ટ એટેકથી વધુ બે લોકોના મોત, લોકોમાં ચિંતા વધી
  • સચિન GIDCમાં 36 વર્ષીય મહિલાનું મોત
  • કામરેજના 40 વર્ષીય વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત
  • અચાનક છાતીમાં દુખાવો થયા બાદ મોત નીપજ્યું
  • બંને લોકોને કોઈ પણ પ્રકારની ગંભીર બીમારી ન હતી

સુરતઃ કોરોનાકાળ બાદ સતત નાની વયે હાર્ટ અટેક અને હાર્ટ અટેકથી મોતની સંખ્યા વધી રહી છે. ત્યારે સુરત શહેરમાં હાર્ટ એટેકથી વધુ બે લોકોએ જીવ ગુમાવ્યો છે. સચિન GIDCમાં 36 વર્ષીય મહિલા જ્યારે કામરેજમાં 40 વર્ષીય વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત થયું છે. બંને લોકોને કોઈ પણ પ્રકારની ગંભીર બીમારી ન હતી.

પ્રથમ બનાવ સચિન જીઆઇડીસી બન્યો જ્યાં 36 વર્ષીય આબીદાખાતુંન નામની મહિલાનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે. આબીદાખાતુંનને છાતીમાં દુઃખાવો થયા બાદ મોત નીપજ્યું હતું.

જ્યારે બીજો બનાવ કામરેજમાંથી સામે આવ્યો છે. જ્યાં 40 વર્ષીય સુશાંત નામના વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત થયું છે. સુશાંત કુમાર પાંડા નામના વ્યક્તિને છાતીમાં દુખાવો ઉપડ્યાં બાદ સારવાર મળે તે પહેલા જ મોતને ભેટ્યા હતા. અચાનક છાતીમાં દુઃખાવો થયા બાદ મોત નિપજતાં પરીવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.

આ બંને લોકો કોઈને પણ પ્રકારની ગંભીર બીમારી ન હતી. હાલ પોલીસે મૃતદેહને પીએમ અર્થ મોકલી કાર્યવાહી હાથ ધરી હતી. રાજ્યમાં નાની વયે હાર્ટ અટેકથી મોતની વધતી જતી સંખ્યાએ ચિંતા જગાડી છે.


whatsapp ad White Font big size 2 4 સુરતમાં હાર્ટ એટેકથી વધુ બે લોકોના મોત, લોકોમાં ચિંતા વધી


આ પણ વાંચોઃ Rajkot/હાર્ટ એટેકે વધુ એક મહિલાનો ભોગ લીધો, ગરબે ઘૂમતા ગુમાવી જિંદગી

આ પણ વાંચોઃ ગુજરાત/રાજ્યમાં 24 કલાકમાં આટલા લોકોનો હાર્ટ એટેકે લીધો ભોગ, ડરાવી રહ્યો છે આંકડો

આ પણ વાંચોઃ Amreli-Suicide/જાતિવાદ હજી પણ પીછો છોડતો નથી, અમરેલીના દલિત આચાર્યની આત્મહત્યા