Not Set/ સુરત/ 4.78 લાખના મેફેડ્રોન ડ્રગની હેરાફેરી કરતાં સાથે બે શખ્સની ધરપકડ

સુરતમાં   જાહેર ડ્રગની આપલે કરવાના ગોરખધંધાનો પર્દાફાશ કરવામાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમને સફળતા સાંપડી છે. રાંદેર વિસ્તાર માં રૂ. 4.78 લાખની કિંમતના 95.6 ગ્રામ મેફેડ્રોન ડ્રગની આપ-લે કરતા બે ને પોલીસે પકડી પાડ્યા છે. આ ડ્રગ મુંબઇથી સુરત પહોંચાડવામાં આવ્યું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. મુંબઇથી ડ્રગ લઈ સુરત આવેલો યુવાન ડીલીવરી કરવા […]

Top Stories Gujarat Surat
MEFEDRONE સુરત/ 4.78 લાખના મેફેડ્રોન ડ્રગની હેરાફેરી કરતાં સાથે બે શખ્સની ધરપકડ
સુરતમાં   જાહેર ડ્રગની આપલે કરવાના ગોરખધંધાનો પર્દાફાશ કરવામાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમને સફળતા સાંપડી છે. રાંદેર વિસ્તાર માં રૂ. 4.78 લાખની કિંમતના 95.6 ગ્રામ મેફેડ્રોન ડ્રગની આપ-લે કરતા બે ને પોલીસે પકડી પાડ્યા છે. આ ડ્રગ મુંબઇથી સુરત પહોંચાડવામાં આવ્યું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. મુંબઇથી ડ્રગ લઈ સુરત આવેલો યુવાન ડીલીવરી કરવા ગયો તે સમયે પોલીસને હાથ લાગ્યાં,  જયારે મુંબઈ ખાતે ડ્રગનો જથ્થો આપનારને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે.
સુરત ના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ રાંદેર વિસ્તારમાં સરફરાઝ  ડ્રગ્સ નો વેપાર કરે છે આ બાતમીના આધારે એસઓજીની ટીમે ત્યાં વોચ ગોઠવી હતી. જેમાં નાનપુરા વિસ્તારમાં રહેતો ગુલાબ નામનો ઇસમ મુંબઈ ખાતે ડ્રગ્સ લઈને રાંદેરના સરફરાઝ ને ડીલીવરી કરવા આવ્યો હતો. તે સમયે પોલીસે આ બંને યુવાનને ઝડપી પાડ્યા હતા જોકે પોલીસે તેમની પાસેથી મેફેડ્રોન ડ્રગ્સ નો જથ્થો ઝડપી પાડ્યો હતો. 95.6 ગ્રામ  જેની બજાર કિંમત અંદાજિત 4 .78 લાખ થાય છે.
જોકે ડીલીવરી લેવા આવેલ સરફરાઝ રાંદેર વિસ્તારમાં જિમ ચલાવતો હોવાને લઈને બોડી બનાવવા માટે આ ડ્રગ્સનો ઉપયોગ કરતો હોવાની વિગત પોલીસને મળી હતી.  જોકે આ જથ્થો ગુલામ મુંબઈ ખાતે લાવીને સરફરાજને આપતો હોવાની વિગત આપતા પોલીસે આ બંને ઈસમ વિરુદ્દ ગુનો નોંધી તેમની ધરપકડ કરી મુંબઈ ખાતે ડ્રગ્સ આપનાર ઈસમ ને વોન્ટેડ જાહેર કરી આ મામલે  વધુ તપાસ શરુ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.