સુરત/ ડિંડોલીમાં આંગડિયા પેઢીનો કર્મચારી લૂંટાયો : ૩૩ લાખ લઈને લૂંટારુઓ ફરાર

લુંટારુઓએ ડિંડોલીમાં પુરા ૩૩ લાખ રૂપિયાની લૂંટ કરી છે. ડીંડોલી વિસ્તારમાં ચાની દુકાનમાં લુખ્ખા તત્વોએ હંગામો કર્યો અને તોડફોડ કરી છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે.

Top Stories Gujarat Others
આંગડિયા

સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં અસામાજિક તત્વોનો ત્રાસ વધી રહ્યો છે. વધુ એક વખત લુંટારુઓએ ડિંડોલીમાં પુરા ૩૩ લાખ રૂપિયાની લૂંટ કરી છે.  ડીંડોલી વિસ્તારમાં ચાની દુકાનમાં લુખ્ખા તત્વોએ હંગામો કર્યો અને તોડફોડ કરી છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે. દુકાનદારને પણ ઢોર માર માર્યો છે. અને આંગડિયા પેઢીનાં કર્મચારીને લૂંટી લીધો છે.

બનાવાની વિગત એવી છે કે, ચાની લારી ઉપર બે લોકો ચા પી રહ્યા હતા તે દરમિયાન બાઈક ચાલક આવી ઉભેલા લોકોનું બેગ ખેચ્યું હતું, પરંતુ બેગ હાથમાં નહિ આવતા બંધુક બતાવીને લૂંટ કરી હતી. સિલિકોન શોપર્સ ખાતેની પીએમ આંગડિયા પેઢીનાં કર્મચારી સાથે લૂંટની ઘટના ઘટી છે. આ કર્મચારી એક સ્થળેથી બીજા સ્થળે પૈસા લઈ જઈ રહ્યો હતો તે દરમિયાન રસ્તામાં ચા પીવા ઉભો હતો અને અચાનક આખી ઘટના ઘટી ગઈ હતી. ઘટના સ્થળે હાજર રહેલા લોકોના જણાવ્યા અનુસાર બે લોકો આવ્યા અને આંગડિયા પેઢીનાં કર્મચારી સાથે બેગ છીનવવા માટે ઝપાઝપી કરી હતી. જો કે કર્મચારીએ બેગ નહિ છોડતા તેને બંધુક બતાવી હતી અને બેગ લઈને ફરાર થઇ ગયો હતો. સાથે સાથે ચાની દુકાનનાં કેશ કાઉન્ટર ઉપર પણ માથાકૂટ કરી હતી અને તોડફોડ પણ કરી હતી. આ સમગ્ર દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા હતા. ત્યારે ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોચી ગયો હતો અને આગળ તપાસ હાથ ધરી છે.

123

આ પણ વાંચો : એમ.એસ.યુનિવર્સિટીમાં મોબાઈલ લઈને નહિ મળી શકાય વાઈસ ચાન્સલરને