બ્રેકિંગ/ સુરત: મનીષ સોલંકી સામુહિક આપઘાત મામલે વધુ એક ખુલાસો; પાર્ટનરની ધરપકડ

અગાઉ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં માતા અને મોટી દીકરીનું ગળું દબાવી હત્યા થયાનું ખુલ્યું હતું.

Gujarat Surat
મનીષ સોલંકી સુરત: મનીષ સોલંકી સામુહિક આપઘાત મામલે વધુ એક ખુલાસો; પાર્ટનરની ધરપકડ
  • મનીષ સોલંકી સામુહિક આપઘાત મામલે ખુલાસો
  • ઝીણવટભરી પોલીસ તપાસમાં થયો ચોંકાવનારો ખુલાસો
  • સામુહિક આત્મહત્યા પૂર્વે લખી હતી બીજી એક ચિઠ્ઠી
  • બીજી ચિઠ્ઠીમાં લખી હતી ચોંકાવનારી વાત આવી સામે
  • હાર્ડવેરના ધંધાના અનેક બીલો પાર્ટનરને એક સાથે આપ્યા
  • ઈન્દ્રપાલ શર્મા નામની વ્યક્તિ સાથે ભાગીદારીમાં હતો ધંધો
  • દિવાળી સમયે પેમેન્ટ આપવા દબાણ કર્યું હતું ઈન્દ્રપાલે
  • મોટી રકમની લોન પણ મનીષ સોલંકી પાસે લેવડાવી હતી
  • તણાવમાં આવી મનીષ સોલંકીએ સામુહિક આત્મહત્યા કરી
  • અડાજણ પોલીસે તપાસના અંતે ઈન્દ્રપાલ શર્માની કરી ધરપકડ

સુરત: સુરતમાં અડાજણ સોલંકી પરિવારના સામુહિક આપઘાત કેસ મામલો ફરી એકવાર મોટી અપડેટ સામે આવી છે. અગાઉ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં માતા અને મોટી દીકરીનું ગળું દબાવી હત્યા થયાનું ખુલ્યું હતું. જે બાદ પોલીસે મૃતક મનીષ સોલંકીના બેંક એકાઉન્ટની તપાસ કરતાં મોટો ખુલાસો હતો કે, મૃતક મનીષ સોલંકી માસિક રૂપિયા 1.40 લાખનો હપ્તો ભરતો હતો. હવે પોલીસની ઝીણવટભરી તપાસમાં વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે.

પોલીસને પોતાની તપાસમાં સામુહિક આત્મહત્યા પૂર્વે લખાયેલી એક અન્ય પત્ર મળી આવ્યો છે. આ પત્રમાં મૃતક દ્વારા ચોંકાવનારી વાતો લખવામાં આવી છે. સામૂહિક આપઘાત પાછળ ચોક્કસ કારણ સામે ન આવતા પોલીસે આગળની કાર્યવાહી ચાલું રાખી હતી, તેવામાં તેઓ વધુ એક પત્ર સુધી પહોંચી ગઈ છે.

પોલીસને પોતાની તપાસમાં જાણવા મળ્યું છે કે, મનીષે પોતાના હાર્ડવેરના ધંધાના અનેક બીલો પાર્ટનરને એક સાથે આપ્યા હતા. જણાવી દઇએ કે, ઇન્દ્રપાલ શર્મા નામના વ્યક્તિ સાથે પાર્ટનરશીપમાં ધંધો ચાલતો હતો. ઈન્દ્રપાલે દિવાળી સમયે પેમેન્ટ આપવા દબાણ કર્યું હતું. તો પોતાના પાર્ટનર ઈન્દ્રપાલે મનીષ સોલંકી પાસે મોટી રકમની લોન પણ લેવડાવી હતી.

આ ખુલાસો થતાં જ અડાજણ પોલીસે ઇન્દ્રપાલ શર્માની ધરપકડ કરીને આગળની પૂછપરછ ચાલુ કરી છે. આ પૂછપરછના અંતે મનીષ સોલંકી પરિવારના સામુહિક આત્મહત્યા અંગે વધુ ખુલાસાઓ થઈ શકે છે.

ઉલ્લેખનિય છે કે, સુરતના પાલનપુર જકાતરોડ પર સિદ્ધેશ્વર એપાર્ટમેન્ટના પહેલા માળે રહેતા મનીષ સોલંકીએ પરિવારના 7 સભ્યો સાથે મળીને સામૂહિક આપઘાત કરી લીધો હતો. જે બાદમાં હવે પોલીસે તપાસ તેજ કરી હતી. જેમાં દરરોજ નવી અપડેટ સામે આવી રહી છે. આ દરમિયાન સુરત આપઘાત કેસમાં મૃતક મનીષ સોલંકીના બેંક એકાઉન્ટની પણ પોલીસે તપાસ કરી હતી. જોકે બેન્ક એકાઉન્ટની તપાસ પછી અવનવા ખુલાસાઓ સામે આવી રહ્યા છે.

આ પણ વાંચો: અમદાવાદ ગ્રામ કોર્ટનો હાર્દિક પટેલને મોટો ઝટકો

આ પણ વાંચો: યુક્રેનિયન મહિલાએ વૃદ્ધ સાથે કરોડોની કરી છેતરપિંડી

આ પણ વાંચો: હવે માત્ર સૈનિકો જ નહીં ‘મધમાખી’ઓ પણ કરશે સરહદની સુરક્ષા!