Surat/ ભાજપ MLA વિરુદ્ધ કાર્યકરોમાં રોષ, MLA પુર્ણેશ મોદીનો ભરબજારે લીધો ઉધડો

ભાજપ MLA વિરુદ્ધ કાર્યકરોમાં રોષ, MLA પુર્ણેશ મોદીનો ભરબજારે લીધો ઉધડો

Gujarat Surat Trending
જેલ 1 ભાજપ MLA વિરુદ્ધ કાર્યકરોમાં રોષ, MLA પુર્ણેશ મોદીનો ભરબજારે લીધો ઉધડો

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓ પૂર્ણ થઇ ચુકી છે. તમામ બેઠકો માટે ફોર્મ ભરાઈ ચુક્યા છે. અને ઉમેદવારો સહીત તમામ પાર્ટીઓ પુરા જોશ સાથે પ્રચાર પ્રસારમાં લાગી ગઈ છે. ત્યારે નાગરિકો  અને કાર્યકર્તા હવે જાગૃત બન્યા છે.

સુરત માં સત્તાધારી પાર્ટી ભાજપના MLAનો કાર્યકર્તાઓએ ઉધડો લીધો હતો. કાર્યકરોએ MLA પુર્ણેશ મોદીનો ભરબજારે ઉધડો  લઇ નાખ્યો હતો. જુના કાર્યકર્તાઓને ટીકીટ ન મળતા કાર્યકરો નારાજ થયા હતા. સુરત પશ્ચિમના ધારાસભ્ય પુર્ણેશ મોદી રાંદેરની મોટીફળીમાં પ્રચાર અર્થે ગયા ત્યારે લોકોએ ઉમેદવાર પસંદગી બાબતે વિરોધ કરી 40થી 50 લોકોએ પૂર્ણેશ મોદીનો ઘેરો ઘાલ્યો હતો અને ઉમેદવારોની પસંદગી સિદ્ધાંત મુજબ કરાઈ ન હોવાનો બળાપો કાઢયો હતો.લોકોનો આક્રોશ જોઈ પૂર્ણેશ મોદી કશું બોલી શક્યા ન હતા. વધુમાં આ સમગ્ર ઘટનાનો વિડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

covid19 / મુખ્યમંત્રીએ જામનગરમાં સભા કરી હતી સંબોધિત, હાજર તમામ મંત્રીઓના કોરોના રીપોર્ટ આવ્યો….

ગુજરાત / ગોધરાકાંડના મુખ્ય આરોપી રફીક હુસેન ભટુકની 19 વર્ષ બાદ ધરપકડ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ