ગુજરાત/ સુરત સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં, દારૂના નશામાં ધૂત મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓનો વિડીયો થયો વાયરલ

સુરતની સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં સપડાઈ છે. મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓનો વિડીયો વાયરલ થતા લોકોમાં ઉહાપોહ જોવા મળ્યો.

Top Stories Surat
Beginners guide to 2024 06 11T170441.615 સુરત સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં, દારૂના નશામાં ધૂત મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓનો વિડીયો થયો વાયરલ

સુરતની સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં સપડાઈ છે. મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ વિડીયો વાયરલ થતા લોકોમાં ઉહાપોહ જોવા મળ્યો. વીડિયોમાં રેસીડન્ટ ડોક્ટરની દારૂના નશામાં ધમાલ કરતા હોવાનું જોવા મળે છે. વીડિયો વાયરલ થયા બાદ સિવિલ હોસ્પિટલના આ ડોક્ટરો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

વાયરલ વીડિયોમાં દારૂની બોટલ જોવા મળી છે. સુરત શહેરમાં સ્મીમેર હોસ્પિટલ બાદ નવી સિવિલ હોસ્પિટલ પણ વિવાદમાં આવી છે. રેસીડેન્ટ ડોક્ટરોને રહેવા માટે આપવામાં આવેલ હોસ્ટેલના રૂમમાં ઐયાસીનો વિડીયો સામે આવ્યો છે. ડોક્ટરોને લોકો ભગવાન માને છે ત્યારે આવા ડોક્ટરો અભ્યાસ અને કામમાં ધ્યાન આપવાના બદલે ઐયાસી કરી રહ્યા છે. વાયરલ વીડિયોમાં એક રૂમમાં કેટલાક ડોક્ટરો દ્વારા દારૂની મહેફિલ માનતા હોવાના દ્રશ્યો જોઈ લોકો રોષે ભરાયા છે. વીડિયોમાં દારૂની બોટલની સાથે ચખનાના પેકેટ પણ જોવા મળ્યા. નશામાં ભાન ભૂલેલા રેસીડેન્ટ ડોક્ટરો સરકારી સંપત્તિને પણ નુકસાન પહોંચાડ્યું હતું

હોસ્પિટલમાં જ્યાં દર્દીની સારવાર કરાતી હોય છે ત્યાં કેમ્પસમાં જ રેસીડેન્ટ ડોક્ટરો પોતાના રૂમમાં ઐયાશી કરી રહ્યા છે. આશ્ચર્યની વાત એ છે કે નવી સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં પોલીસ ચોકી હોવા છતાં રેસીડેન્ટ ડોક્ટરોના હોસ્ટેલમાં દારૂની બોટલ કઈ રીતે પહોંચી. કોલેજ દ્વારા વાયરલ વીડિયોને લઈ તપાસની માંગ કરાઈ છે. કોલેજનું કહેવું છે કે વાયરલ વિડીયો જૂનો છે. કોલેજ પણ દારૂના નશામાં ધૂત  રેસીડેન્ટ ડોક્ટરોના વીડિયો વાયરલની ચકાસણી માંગ કરી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ભારે પવન બાદ અમદાવાદમાં મોડી રાત્રે વરસાદ

આ પણ વાંચો: સિવિલ હોસ્પિટલની ઘોર ખોદાઈ, નિયમોનો સરેઆમ થતો ભંગ, આરોગ્ય વિભાગ કુંભકર્ણ નિંદ્રામાં

આ પણ વાંચો: ડુમસ જમીનકાંડમાં વલસાડના કલેક્ટર અને IAS અધિકારી આયુષ ઓક સસ્પેન્ડ