Not Set/ સુરત/ કોર્ટે કર્યો દાખલા રુપ આદેશ, PI સહિત પોલીસકર્મીઓ સામે દાખલ થશે FIR

સુરત કોર્ટ દ્વારા દાખલા રુપ આદેશ આપવામાં આવ્યો છે. ગુનેગાર કોઇ પણ હોય ન્યાયનાં મંદિરમાં તેનું સ્ટેસ કે હોદ્દો કોઇ રીતે જોવામાં આવતો નથી અને ન્યાયિક પ્રક્રિયામાં આ વસ્તુઓ બાધા રુપ પણ બીલકુલ હોતી નથી. જી હા સુરત કોર્ટ દ્વારા સુરતનાં લીંબાયત PI વિરૂદ્ધ ગુનો દાખલ કરવા આદેશ કરવામાં આવ્યા છે. કોર્ટે ગુનો દાખલ કરવા […]

Gujarat Surat
fir.jpg2 સુરત/ કોર્ટે કર્યો દાખલા રુપ આદેશ, PI સહિત પોલીસકર્મીઓ સામે દાખલ થશે FIR

સુરત કોર્ટ દ્વારા દાખલા રુપ આદેશ આપવામાં આવ્યો છે. ગુનેગાર કોઇ પણ હોય ન્યાયનાં મંદિરમાં તેનું સ્ટેસ કે હોદ્દો કોઇ રીતે જોવામાં આવતો નથી અને ન્યાયિક પ્રક્રિયામાં આ વસ્તુઓ બાધા રુપ પણ બીલકુલ હોતી નથી. જી હા સુરત કોર્ટ દ્વારા સુરતનાં લીંબાયત PI વિરૂદ્ધ ગુનો દાખલ કરવા આદેશ કરવામાં આવ્યા છે. કોર્ટે ગુનો દાખલ કરવા માટે કડક આદેશ આપ્યો છે. આ મામલામાં ફરિયાદના તથ્યોની કોર્ટે ગંભીર નોંધ લીધી છે અને નોંધ લેવાયા બાદ કોર્ટે દાખલા રુપ આદેશ પણ આપ્યા છે.

વાત જાણે એમ છે કે, સુરતની કોર્ટે સુરતનાં લિંબાયત વિસ્તારનાં PI વિરૂધ ગુનો દાખલ કરવાનો આદેશ આપ્યો છે. સુરત પોલીસનાં આ અધિકારીએ ખુદ ફરિયાદીને જ આરોપી બનાવી દીધો હતો. પોતાની પોઝીશનનો મિસ યુઝ કરી કરવામાં આવેલા આ કૃત્યમાં કોર્ટે નોંઘ્યું કે, મકાનનો કબ્જો મેળવવા માટે થયાલી બબાલમાં પોલીસ અધિકારી દ્વારા ફરિયાદ કરતાને જ આરોપી બનાવીને ફિટ કરી દેવામં આવ્યો છે.

ફરિયાદીને આ રીતે પોલીસ દ્વારા આરોપી બનાવી દેવામાં આવતા ફરિયાદી કોર્ટનાં શરણમાં તમામ તથ્યો સાથે પહોંચ્યો હતો અને કોર્ટ દ્વારા ફરિયાદીનાં તથ્યોની ગંભીર નોંધ લેવાની સાથે સાથે સુરત લિંબાયતનાં PI મકવાણા સહિત પોલીસકર્મીઓ સામે ફરિયાદ કરવા આદેશો આપવામાં આવ્યા છે.

સુરતની કોર્ટે સુરત એસીપીને આદેશ કરી તમામ સામે ફરિયાદ દાખલ કરી 60 દિવસમાં તપાસ કરી રિપોર્ટ રજૂ કરવા પણ આદેશ કર્યો છે. સુરતનાં દેવકુમારે કોર્ટમાં ફરિયાદ કરતા સુરત લિંબાયતનાં પોલીસ કર્મચારીઓ સાથે સુનિલ પાન્ડે સામે પણ ગુનો દાખલ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.