Not Set/ સુરતનાં ચર્ચાસ્પદ વેવાઇ-વેવાણનાં કિસ્સામાં આવ્યો નવો વળાંક

છેલ્લા એક અઠવાડિયાથી રાજ્યમાં ચર્ચાનો વિષય બની રહેલા વેવાઇ-વેવાણનાં કિસ્સામાં હવે નવો વળાંક આવી ગયો છે. વેવાણ પોલીસ સ્ટેશનમાં હાજર થઇ ગયા છે. જ્યાં તેમણે પોતાની ભુલ થઇ હોવાનું નિવેદન આપ્યું છે. આ સમગ્ર મામલો સામે આવ્યા બાદથી વેવાણનો પતિ તેનાથી ખૂબ જ નારાજ અને ગુસ્સે છે જેણે વેવાણનાં આ  નિવેદન બાદ પણ તેમને સ્વિકારવાનો […]

Top Stories Gujarat Surat
Vevai Vevan1 સુરતનાં ચર્ચાસ્પદ વેવાઇ-વેવાણનાં કિસ્સામાં આવ્યો નવો વળાંક

છેલ્લા એક અઠવાડિયાથી રાજ્યમાં ચર્ચાનો વિષય બની રહેલા વેવાઇ-વેવાણનાં કિસ્સામાં હવે નવો વળાંક આવી ગયો છે. વેવાણ પોલીસ સ્ટેશનમાં હાજર થઇ ગયા છે. જ્યાં તેમણે પોતાની ભુલ થઇ હોવાનું નિવેદન આપ્યું છે.

આ સમગ્ર મામલો સામે આવ્યા બાદથી વેવાણનો પતિ તેનાથી ખૂબ જ નારાજ અને ગુસ્સે છે જેણે વેવાણનાં આ  નિવેદન બાદ પણ તેમને સ્વિકારવાનો ઇન્કાર કરી દીધો છે. જેનાં કારણે મહિલાનાં પિતા તેને લેવા માટે પહોંચ્યા હતા. અહી નવાઇની વાત એ હતી કે જ્યારે લોકોને ખબર પડી કે આ ખૂબ ચર્ચિત વેવાણ પોલીસ સ્ટેશન આવી પહોચ્યા છે ત્યારે કોણ મોટી સેલેબ્રિટી આવી હોય તેમ પોલીસ સ્ટેશન બહાર લોકો એકઠા થઇ ગયા હતા.+

vevan સુરતનાં ચર્ચાસ્પદ વેવાઇ-વેવાણનાં કિસ્સામાં આવ્યો નવો વળાંક

સામાન્ય રીતે તમે સાંભળ્યુ હશે કે બે જવાન પ્રેમી પંખીડાઓ પ્રેમમાં બધુ ભુલીને એકબીજા સાથે સમગ્ર જીવન ગાળવા માટે માતા-પિતાની પરવાનગી ન હોય તો પણ ભાગીને લગ્ન કરતા હોય છે. પરંતુ સુરતમાં જે બન્યુ તે દરેક સમાજ માટે એક ખરાબ દાખલારૂપ સાબિત થઇ રહ્યુ છે. આજે વેવાઇ-વેવાણનાં જોક્સ સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઇ રહ્યા છે. વેવાણનાં આ રીતે પોલીસ સ્ટેશનમાં આવીને પોતાની ભૂલને સ્વિકારવી અને આ રીતે સામે આવ્યા બાદ તેનો પતિ અને તેનો પરિવાર આવતા સમયમાં તેને સ્વિકારે છે કે નહિ તે હવે જોવુ રહ્યુ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.