Surat/ ગુસ્સાને જુસ્સામાં પરિવર્તિત કરીને ભારતીય સેનામાં જોડાવાના સપનાને વધુ દ્દઢ કરતાં મિડલ કલાસ યુવાનો

સુરતનો એક એવો વિસ્તાર ડીંડોલી જ્યાં ખૂબ જ મિડલ કલાસ પરિવારો રહે છે. અને આ પરિવારના યુવાનો પોતે આર્મીમાં જવા માટે મહેનત કરી રહ્યા છે.

Gujarat
snack 6 ગુસ્સાને જુસ્સામાં પરિવર્તિત કરીને ભારતીય સેનામાં જોડાવાના સપનાને વધુ દ્દઢ કરતાં મિડલ કલાસ યુવાનો

@ધ્રુવ સોમપુરા, સુરત 

ગુજરાતમાંથી આર્મીમાં ખુબજ ઓછા યુવાનો જતા હોય છે. પરંતુ સુરતનો એક એવો વિસ્તાર ડીંડોલી જ્યાં ખૂબ જ મિડલ કલાસ પરિવારો રહે છે. અને આ પરિવારના યુવાનો પોતે આર્મીમાં જવા માટે મહેનત કરી રહ્યા છે. આવા યુવાનોને સલામ છે કે જેઓ દેશની સેવા અને આતંકવાદને દૂર કરવા માટે પોતાના ગુસ્સાને જુસ્સામાં પરિવર્તિત કરીને ભારતીય સેનામાં જોડાવાના સપનાને વધુ દ્દઢ બનાવી રહ્યા  છે. જાણે આ યુવાનો ખરા અર્થમાં કહી રહ્યા છે ધીસ ઇઝ ધ જોશ..

snack 7 ગુસ્સાને જુસ્સામાં પરિવર્તિત કરીને ભારતીય સેનામાં જોડાવાના સપનાને વધુ દ્દઢ કરતાં મિડલ કલાસ યુવાનો

coronavaccines / કોરોના રસીકરણ અંગે આધારકાર્ડ માન્ય પુરાવો નહીં, આ પુરાવા આપવ…

સુરતના ડીંડોલી જેવા વિસ્તારમાં રહેતા સામાન્ય ઘરના આ યુવાનો માટે ભારતીય સેનામાં જવું જિંદગીનું સપનું બની ગયું છે, દેશ પ્રેમથી છલોછલ એવા આ યુવાનો ને આર્મીમાં ભરતી થવું છે.  સાધનો કે સવલતો ટાંચા છે એમ નહીં પણ સાધન કે સવલત જ નથી છતાં દિલ દિમાગ માં એક જ ધૂન સવાર છે. દેશ સેવા માટે આર્મીમાં જોડાવું, એના માટે ખુલ્લા પગે ડામરના રોડ ઉપર લોકોની,વાહનોની સતત અવર જવર વચ્ચે ટ્રેનિંગ લઈ રહ્યા છે. વોર્મઅપ, રનિંગ, જમ્પિંગ, ડ્રિલિંગ કે મંકી જમ્પ કરતા આ યુવાનો આર્મી મેન કે ફૌજી નથી અને હા તેઓ જ્યાં આ ટ્રેનિંગ લઈ રહ્યા છે તે સ્થળ પણ કોઈ મેદાન કે ટ્રેક નથી કે નથી કેમ્પસ ,આ યુવાનો તો ખુલ્લા ડામર રોડ ઉપર લઈ રહ્યા છે, નિમ્ન મધ્યમ વર્ગના આ યુવાનોને દેશની સેવા માટે આર્મી માં જોડાવું છે.

snack 8 ગુસ્સાને જુસ્સામાં પરિવર્તિત કરીને ભારતીય સેનામાં જોડાવાના સપનાને વધુ દ્દઢ કરતાં મિડલ કલાસ યુવાનો

shameful. / શરમ જનક : અમદાવાદની ફેક્ટરીમાંથી 37 બાળ મજૂરો છોડાવાયા…

આર્મીમાં જોડાવા માટે જે શારીરિક સજ્જતા અને એક પ્રકારની ટફનેસ જોઈએ તેની તેઓ ટ્રેઇનિંગ લઈ રહ્યા છે.  કેટલાય યુવાનો એવા છે કે ટ્રેનિંગ દરમ્યાન પહેરવા માટે તેમની પાસે ટ્રેક શૂટ કે શુઝ નથી, દિવસ આખો ભણવાનું કે નોકરી કરીને થકી લોથપોથ થઈ જતા આ યુવાનો વહેલી સવારે અને મોડી રાત સુધી સખત ટ્રેનિંગ લે છે અને સાથે સજ્જતા કેળવી રહ્યા છે.

snack 9 ગુસ્સાને જુસ્સામાં પરિવર્તિત કરીને ભારતીય સેનામાં જોડાવાના સપનાને વધુ દ્દઢ કરતાં મિડલ કલાસ યુવાનો

AMC / છેલ્લા પાંચ વર્ષમાં વહીવટી પાંખ અને ચુંટાયેલી પાંખ વચ્ચેનો ગ…

રોડ ઉપર પ્રેકિટસ કરતી વખતે આ યુવાનોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ઘણીવાર ગાય ભેંસો નું ઝુંડ વચ્ચે આવી જાય છે તો ક્યારેક વાહનો ની અવરજવર. એક છોકરાનું તો ગાડી દ્વારા અકસ્માત પણ થયો છે. અને તેનું નેવી માં તે સમયે સિલેક્શન પણ થવાનું હતું. આ તમામ મુસીબતો બાદ પણ આ યુવાનો હિંમત હાર્યા વિના પ્રેક્ટિસ કરી રહ્યા છે.

snack 10 ગુસ્સાને જુસ્સામાં પરિવર્તિત કરીને ભારતીય સેનામાં જોડાવાના સપનાને વધુ દ્દઢ કરતાં મિડલ કલાસ યુવાનો

ram mandir / અયોધ્યામાં રામમંદિર નિર્માણ માટે 15 જાન્યુઆરીથી જનસંપર્ક, લો…

 છેલ્લા સાત વર્ષથી આ યુવાનો આ રીતે જ રસ્તા પર પ્રેક્ટીસ કરી રહ્યા છે અને આ સાત વર્ષમાં 30 જેટલા યુવાનોએ રોડ પર પ્રેક્ટિસ કરીને લશ્કરમાં ભરતી મેળવી પણ છે તે લોકોએ પોતાની પ્રેક્ટિસ માટે પ્રોપર જગ્યા મળે તે માટે ધારાસભ્ય થી લઈને મેયર અને અન્ય રાજકીય નેતાઓને રજૂઆત કરી છે. જોકે હજુ સુધી તેઓની આ રજૂઆતને કોઈએ પણ ધ્યાનમાં લીધી નથી દેશનું ભવિષ્ય ગણાતા યુવાનો આ રીતે રોડ પર પ્રેક્ટીસ કરી રહ્યા છે આગળ જતા આ જુવાન સરહદે જ્યારે સેવા આપવાના છે ત્યારે સરકારે પણ આ યુવાનો માટે થોડું વિચારીને તેમને યોગ્ય જગ્યા આપવી જોઈએ.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…