Not Set/ સુરત: ડાયમંડ ઉદ્યોગમાં મંદીનો માહોલ,જન્માષ્ટમીના કારણે મીની વેકેશનની ચર્ચા

સુરત ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં મંદી અને નિરસતાનો માહોલ ગાઢ બની રહ્યો છે. જન્માષ્ટમીની રજા આવી રહી છે ત્યારે, ઘણાં હીરા કારખાનેદારો દ્વારા સળંગ ત્રણથી પાંચ દિવસ ફેક્ટરી બંધ રાખવાનું આયોજન હાથ ધર્યુ છે. એક સપ્ટેમ્બરથી પાંચ સપ્ટેમ્બર સુધી ડાયમંડ ફેક્ટરીઓ બંધ રાખવાનું આયોજન થઇ રહ્યું છે. લાંબા અરસાથી નિરસતાનો માહોલ છે ત્યારે આ પ્રકારના નિર્ણયથી ઇન્ડસ્ટ્રી […]

Surat Trending
07 1 સુરત: ડાયમંડ ઉદ્યોગમાં મંદીનો માહોલ,જન્માષ્ટમીના કારણે મીની વેકેશનની ચર્ચા

સુરત

ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં મંદી અને નિરસતાનો માહોલ ગાઢ બની રહ્યો છે. જન્માષ્ટમીની રજા આવી રહી છે ત્યારે, ઘણાં હીરા કારખાનેદારો દ્વારા સળંગ ત્રણથી પાંચ દિવસ ફેક્ટરી બંધ રાખવાનું આયોજન હાથ ધર્યુ છે.

એક સપ્ટેમ્બરથી પાંચ સપ્ટેમ્બર સુધી ડાયમંડ ફેક્ટરીઓ બંધ રાખવાનું આયોજન થઇ રહ્યું છે. લાંબા અરસાથી નિરસતાનો માહોલ છે ત્યારે આ પ્રકારના નિર્ણયથી ઇન્ડસ્ટ્રી પરનું દબાણ હળવું થવાનો મત રજૂ થઇ રહ્યો છે.

મહત્વની વાત તો એ છે કે હીરાબજારમાં છેલ્લા ઘણા સમય થી મંદીની વાતાવરણ છે અને હીરા ઉદ્યોગકારો પણ હાલ મુશ્કેલીમાંથી પસાર થઇ રહ્યા છે જેની સામે રત્નકલાકારોમાં નિરાશા જોવા મળ્યા છે.

ત્યારે સરકાર તરફથી જીએસટીને લઇ કોઈ સુધારો કરવામાં આવે તો આવનાર દિવસોમાં સ્થિતિમાં સુધારો આવી શકે છે. જોકે હાલ તો જન્માષ્ટમીને લઇ મીની વેકેશન પડે તેવું લાગી રહ્યું છે.