Not Set/ સુરત: સેલ્ફી લેવા જતાં કોઝવેમાં ખાબક્યા ચાર મિત્રો, બેનાં મોત

સુરતના રાંદેરથી કતારગામ ક્ષેત્રને જોડતા કોઝવે બ્રીજ પરથી સેલ્ફી લેતા સમયે પડી જતા બે મિત્રોના મોત નીપજ્યા હતા. નાનપુરાના હબીબશા મહોલ્લાના રહીશ અને આઠમાં ધોરણમાં અભ્યાસ કરતા આ ચાર મિત્રો નામે મહંમદ અસલાદ આમદહુસૈન શૈખ(ઉં.15), મહંમદ ઝેડ અબ્દુલ રહીમ પાટીદાર (ઉં.15), મહંમદ સોહિલ ખાન (ઉં.15), મહંમદ શેફ ખાન (ઉં.15) રાંદેર કોઝવે ખાતે ફરવા ગયા હતા. […]

Top Stories Gujarat Surat
DSCN0458 સુરત: સેલ્ફી લેવા જતાં કોઝવેમાં ખાબક્યા ચાર મિત્રો, બેનાં મોત

સુરતના રાંદેરથી કતારગામ ક્ષેત્રને જોડતા કોઝવે બ્રીજ પરથી સેલ્ફી લેતા સમયે પડી જતા બે મિત્રોના મોત નીપજ્યા હતા. નાનપુરાના હબીબશા મહોલ્લાના રહીશ અને આઠમાં ધોરણમાં અભ્યાસ કરતા આ ચાર મિત્રો નામે મહંમદ અસલાદ આમદહુસૈન શૈખ(ઉં.15), મહંમદ ઝેડ અબ્દુલ રહીમ પાટીદાર (ઉં.15), મહંમદ સોહિલ ખાન (ઉં.15), મહંમદ શેફ ખાન (ઉં.15) રાંદેર કોઝવે ખાતે ફરવા ગયા હતા.

મિત્રોએ રાંદેર કોઝવે ખાતે ફરવા ગયાની યાદી સંગ્રહિત કરવા માટે સેલ્ફી લઇ રહ્યા હતા. દોરડું પકડી સેલ્ફી લેતા સમયે દોરડું તૂટતા બે મિત્રો કોઝવેમાં ખાબકી ગયા હતા. આ બંને મિત્રોને બચાવવા માટે અન્ય બે મિત્રો પણ કુદી પડ્યા હતા, પરંતુ તે પણ ડૂબવા લાગ્યા હતા. સ્થાનિક લોકોએ બચાવવાની બુમ સંભાળતા એકત્રિત થઇ ગયા હતા અને બચાવ માટે ફાયરબ્રિગેડને જાણ કરી હતી.

ફાયર બ્રિગેડ પહોંચે તે પહેલા લોકોએ પ્રાથમિક બચાવ શરુ કરી દીધો હતો અને બે મિત્રોને બહાર કાઢી લીધા હતા, જયારે અન્ય બે મિત્રોને ફાયર બ્રિગેડે બહાર કાઢ્યા હતા.

સુત્રો દ્વારા જાણ થઇ છે કે આ ચાર મિત્રોમાંથી બે મિત્રોના નામે મહંમદ અસલાદ આમદ હુસૈન શેખ (ઉંમરે 15) અને મહંમદ ઝેડ અબ્દુલ રહીમ પાટીદાર (ઉંમરે 15) મોત નીપજ્ય હતા, જયારે અન્ય બે મિત્રો નામે મહંમદ શેફ ખાન (ઉં.15) અને મહંમદ સોહિલ ખાન (ઉં.15) ની સ્થિતિ હાલ સામાન્ય છે.