Surat/ માંડવીમાં ચેકડેમ પરથી પસાર થતાં બે તણાયા

ચેકડેમ પરથી પસાર થવા જતાં અચાનક જ પાણીનો પ્રવાહ વધતાં બાબુભાઈના બંને પગ લપસી જતાં તેઓ પાણીના વહેણમાં તણાવા લાગ્યા હતા. બાબુભાઈને બચાવવા માટે લલ્લુ વસાવા પાણીમાં કૂદી પડ્યા હતા.

Top Stories Gujarat Surat
Untitled.png123456789 2 માંડવીમાં ચેકડેમ પરથી પસાર થતાં બે તણાયા
  • સુરત: માંડવીના બલેઠી ગામની ઘટના
  • બલેઠી ગામે પાણીના પ્રવાહમાં બે વ્યક્તિઓ તણાયા
  • ચેકડેમ પરથી પસાર થતી વખતે બની ઘટના
  • બાબુ ચૌધરી અને લલ્લુ વસાવા નામના વ્યક્તિઓ તણાયા
  • અચાનક પાણીનો પ્રવાહ વધી જતા બાબુ પાણીમા તણાયો
  • બચાવવા જતા લલ્લુ વસાવા પણ તણાયો
  • ચેકડેમ પરથી પસાર થતી વખતે બની ઘટના

દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર હવે કહેર બની રહી છે. સતત વરસતા અનરાધાર વરસાદથી લોકો હવે પરેશાન બની રહ્યા છે. ત્યારે માંડવી (Mandvi) તાલુકામાં અને ઉમરપાડા તાલુકામાં ધોધમાર વરસાદ (Rain) પડતા માંડવી તાલુકાના મોટા ભાગના ડેમો (Dam) અને ચેકડેમ ઓવરફ્લો થયા છે. સુરતના માંડવી ખાતે બે આશાસ્પદ યુવાનોએ વરસાદના પાણીમાં ડૂબી ને જીવ ગુમાવ્યો છે.

Untitled.png123456789 2 માંડવીમાં ચેકડેમ પરથી પસાર થતાં બે તણાયા

પ્રાપ્ત વિગતો અનુસાર માંડવી (Mandvi) તાલુકાના બલેઠી ગામના બે યુવકો ગામની સીમમાં આવેલા ચેકડેમ પરથી પસાર થતા હતા. એ સમયે પાણીનો પ્રવાહ વધી જતાં બંને યુવકો પાણીમાં તણાઈ ગયા હતા. અને મોત થયું હતું. માંડવીના બલેઠી ગામના રહેવાસી બાબુ ચૌધરી (ઉં.વ.39) અને લલ્લુ વસાવા (ઉં.વ.35) સાંજે ખેતરેથી ડાંગર રોપી પરત ફરી રહ્યા હતા. આ સમયે ચેકડેમ પરથી પસાર થવા જતાં અચાનક જ પાણીનો પ્રવાહ વધતાં બાબુભાઈના બંને પગ લપસી જતાં તેઓ પાણીના વહેણમાં તણાવા લાગ્યા હતા. બાબુભાઈને બચાવવા માટે લલ્લુ વસાવા પાણીમાં કૂદી પડ્યા હતા. પરંતુ અચાનક જ પાણીનો પ્રવાહ વધતાં બંને પાણીમાં ખેંચાઈ ગયા હતા. બુધવારે વહેલી સવારે બલેઠીથી વહાર ગામ તરફ જતા કોઝવેના ગરનાળા પાસેથી બંનેની લાશ મળી આવી હતી. આ અંગે માંડવી પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

શ્રીલંકા કટોકટી/ ‘ચીને શ્રીલંકાને મદદ નથી કરી, હું ભારતનો આભારી છું’, રાષ્ટ્રપતિની રેસમાં આગળ રહેલા સજીથ પ્રેમદાસા