Rape/ સુરતમાં માસૂમ અસુરક્ષિત, બાળકીનું અપહરણ કરાયા બાદ આચરવામાં આવ્યું દુષ્કર્મ

સુરતમાં નરાધમોએ માનવતાને શર્મસાર કરતા ફૂટપાટ પર માતા પાસે સૂતેલી સાત વર્ષની માસૂમને ઉઠાવી જઇ હેવાનિયતનો ભોગ બનાવી હતી.

Gujarat Surat
a 208 સુરતમાં માસૂમ અસુરક્ષિત, બાળકીનું અપહરણ કરાયા બાદ આચરવામાં આવ્યું દુષ્કર્મ

ગુજરાતનું સુરત શહેર દુનિયાભરમાં ડાયમંડ અને ટેકસટાઇલ માટે જાણીતું છે, પરંતુ તેની આ છબીને લાંછન લગાડતી એક ઘટના સામે આવી છે. સુરતમાં નરાધમોએ માનવતાને શર્મસાર કરતા ફૂટપાટ પર માતા પાસે સૂતેલી સાત વર્ષની માસૂમને ઉઠાવી જઇ હેવાનિયતનો ભોગ બનાવી હતી.

આ પણ વાંચો : નવસારી: બેફામ આઈસર ચાલકે સાઇકલ લઈને જઈ રહેલા વ્યક્તિને ઉડાવ્યો

મળતી માહિતી મુજબ, શહેરના લાલગેટ વિસ્તારમાં નરાધમે બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું હતું. હેવાનિયત આચરનાર નરાધમ જમ્મુ પઠાણે દુષ્કર્મ આચર્યું હતું અને તેને બાળકીના શરીર પર બચકા પણ ભર્યા હતા. ત્યારબાદ બાળકીએ માતાને આપવીતી કેહતા સમગ્ર હકીકત બહાર આવી હતી.

આ પણ વાંચો :કોંગ્રેસને વધુ એક ફટકો, કોંગ્રેસનાં મહિલા ઉપપ્રમુખ ભાજપમાં જોડાયા

જો કે અપહરણની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઈ હતી અને આ પુરાવાઓના આધારે જ પોલીસે કલાકોમાં જ નરાધમને દબોચી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. આ સાથે જ પોલીસે અપહરણ, પોક્સો અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરી વધુ તજવીજ હાથ ધરી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ