Not Set/ સુરત:મનપા દ્વારા APMCના સંચાલકોને નોટિસ પાઠવી, છેલ્લા 7 વર્ષથી મનપાનો મિલકતવેરો ભરપાઇ કર્યો નથી

સુરત, સુરત મનપા દ્વારા APMCના સંચાલકોને નોટિસ પાઠવવામાં આવી છે. આ નોટિસ બાકી મિલકતવેરો વસૂલ કરવાને લઇને પાઠવી છે. ઉલ્લેખનીય છે કે APMC દ્વારા છેલ્લા 7 વર્ષથી મનપાનો મિલકતવેરો ભરપાઇ કર્યો નથી. મિલકતવેરો ભરપાઇ કરવાને બદલે APMCના સંચાલકો આડોડાઇ કરી રહ્યા છે. જ્યારે પણ આ મિલકતવેરોને લઇને વિવાદ ઉભો થાય ત્યારે APMC દ્વારા યુઝર્સ ચાર્જીસ […]

Top Stories Gujarat Surat
mantavya 165 સુરત:મનપા દ્વારા APMCના સંચાલકોને નોટિસ પાઠવી, છેલ્લા 7 વર્ષથી મનપાનો મિલકતવેરો ભરપાઇ કર્યો નથી

સુરત,

સુરત મનપા દ્વારા APMCના સંચાલકોને નોટિસ પાઠવવામાં આવી છે. આ નોટિસ બાકી મિલકતવેરો વસૂલ કરવાને લઇને પાઠવી છે. ઉલ્લેખનીય છે કે APMC દ્વારા છેલ્લા 7 વર્ષથી મનપાનો મિલકતવેરો ભરપાઇ કર્યો નથી.

મિલકતવેરો ભરપાઇ કરવાને બદલે APMCના સંચાલકો આડોડાઇ કરી રહ્યા છે. જ્યારે પણ આ મિલકતવેરોને લઇને વિવાદ ઉભો થાય ત્યારે APMC દ્વારા યુઝર્સ ચાર્જીસ ની રકમ બાદ કરીને વેરો ભરવામાં આવે છે.

પરંતુ હજુ પણ APMC પાસેથી મનપાને રૂપિયા 1.81 કરોડ જેટલી માતબર રકમ વસુલવાની બાકી રહી ગઈ છે. જેથી મનપાએ નોટિસ પાઠવીને જલ્દીથી જલ્દી બાકી રહેલો મિલકતવેરો ભરપાઇ કરવામાં આવે તે અંગે નોટિસ પાઠવી છે.

સાથો સાથ વોરન્ટની પણ બજવણી કરી છે. ત્યાર હવે એ જોવાનું રહેશે કે APMC દ્વારા ક્યારે મનપાનો બાકી મિલકતવેરો ભરપાઇ કરવામાં  આવશે.