Surat News : સુરતના કતારગામ ખાતે પાટીદાર શિક્ષિકાના આપઘાત મામલે મોટો નિર્ણય લેવામાં આવ્યોછે. જેમાં નેનુ વાવડીયાની ઉત્તરક્રિયાના દિવસે 1100 દીકરીઓને ભોજન કરાવી આત્મરક્ષા પાઠ શીખવવામાં આવશેબીજી કોઈ નેનુ સાથે ફરી આવી ઘટના ન બને તે માટે પરિવારે મોટો નિર્ણય લીધો છે. ત્યારે આ નિર્ણયમાં સુરતની નવ જેટલી સોસાયટીઓએ શક્તિ સાથે સંવાદને પણ સમર્થન જાહેર કર્યું છે. 24 જુલાઈના રોજ આ 9 સોસાયટીઓમાં રહેલી દીકરીઓને પણ શક્તિ સાથે સંવાદ કરવા સાથે આત્મરક્ષાના પાઠ ભણાવવામાં આવશે.
સુરતના કતારગામના નાનીવેડ ખાતે આવેલી વિધિ પેલેસમાં રહેતી 19 વર્ષીય નેનુ વાવડીયાએ સગીર પુત્ર અને તેના પિતાના ત્રાસના કારણે આપઘાત કરી લીધો હતો. આ બાબતે ફરિયાદ નોંધાયા બાદ સગીર પુત્ર અને પિતાને ઝડપી પાડવામાં આવ્યા છે. હાલ આરોપી સગીરને પુખ્તવયનો ગણીને કેસ ચલાવવામાં આવે તેવી પોલીસની અરજી સામે કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. જેમાં બંને પક્ષ સામ સામે દલીલો કરી રહ્યા છે.નેનું વાવડીયાએ આપઘાત કરી લીધો છે અને બીજી કોઈ યુવતીઓ સાથે આવી ઘટના ન બને તે માટે સમાજ દ્વારા કડક કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી રહી છે.
આ સાથે જ પરિવાર 24 જુલાઈના રોજ એટલે કે નેનું વાવડીયાની ઉત્તરક્રિયાની વિધિ દરમિયાન 1100 દીકરીઓને આત્મરક્ષાના પાઠ ભણાવશે. આ સાથે જ આવા કોઈ યુવકોના ચુંગાલમાં ફસાઈ ગયેલી યુવતીઓને કઈ રીતે બહાર નીકળવું તે પણ શીખવવામાં આવશે.નેનુના પરિવાર દ્વારા દીકરીઓને આત્મરક્ષા માટેના પાઠ ભણાવવાના નિર્ણયને સુરતની નવ જેટલી સોસાયટીઓએ પણ સમર્થન આપ્યું છે. આ નવ સોસાયટીઓમાં રહેતી દીકરીઓને સોસાયટીમાં જ આત્મરક્ષાના પાઠ ભણાવવામાં આવશે અને તેમને જાગૃત કરવામાં આવશે.
કતારગામ વિસ્તારમાં તાજેતરમાં બનેલી નેનુ વાવડિયાની દુઃખદ ઘટનાએ સમગ્ર સમાજને હચમચાવી દીધું છે. વાવડિયા પરિવાર દ્વારા સમસ્ત પાટીદાર સમાજની વાડી ખાતે દીકરીના મરણોત્તર 1100 ગોરણી (દીકરીઓ) ને ભોજન તથા સેલ્ફ ડિફેન્સની સમજ દ્વારા ‘શક્તિ સાથે સંવાદ’ કાર્યક્રમ થકી સાચી શ્રદ્ધાંજલિ આપવાનો ભાવુક અને જાગૃત પ્રયાસ કર્યો છે. આ પ્રયાસ અનુકરણીય છે.કાર્યક્રમના મુખ્ય હેતુ
દીકરીઓમાં આત્મવિશ્વાસ વધે તેવા સેલ્ફ ડિફેન્સના પગલાં
વિકૃત માનસિકતા ધરાવતા તત્વોથી કેવી રીતે બચવું તેનું માર્ગદર્શન
બ્લેકમેલિંગ, દુષ્પ્રેરણા અને ફોસલાવીને આચરવામાં આવતા ગુનાઓ અંગે જાગૃતિ
આવાં કૃત્યોના ભોગ બને ત્યારે શું કરી શકાય તેવા ઉપાયોની સમજ પાઠવવી.
સ્કૂલ-કોલેજની બહાર અસામાજિક તત્વો દ્વારા થતી અગમ્ય પ્રવૃત્તિને કેવી રીતે ડામવી
આમ, સામૂહિક રીતે સમગ્ર સમાજમાં દીકરીઓને સુરક્ષિત અને નિર્ભય બનાવવા માટે સજાગ પ્રયાસ શરૂ કરવામાં આવ્યો છે. સાથે સાચી શ્રદ્ધાંજલિ આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
આ સોસાયટીઓએ સમર્થન જાહેર કર્યું
વિવેકાનંદ સોસાયટી
મુક્તાનંદ સોસાયટી
ચિત્રકુટનગર કો. ઓ. હા. સોસાયટી
વિધીયા પેલેસ
વીન હાઉસ હાઉસીંગ સોસાયટી
મોહનદીપ સોસાયટી
ઝીલ પાર્ક સોસાયટી
વિધી પેલેસ-A
અર્પણ હાઉસીંગ સોસાયટી
આ પણ વાંચો:વડોદરામાં 31 સ્મશાનગૃહોના આઉટસોર્સિંગનો નિર્ણય, વિરોધનો વંટોળ અને ભ્રષ્ટાચારના આરોપ
આ પણ વાંચો:વડોદરા : ગંદુ પાણી પીવાના પાણીમાં ભળવાનો મામલો, રહીશોમાં સ્વાસ્થ્ય માટે ભય અને ચિંતા
