@અમિત રૂપાપરા
સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સુરત શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશન તથા શહેરની આસપાસ ગ્રામ્યના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અલગ અલગ ગુનાઓમાં ભાગતા ફરતા આરોપીઓને પકડવાની એક ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે. આ ડ્રાઈવ અંતર્ગત અનેક આરોપીને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પકડવામાં આવ્યા છે. ત્યારે સુરતના અલગ અલગ વિસ્તારમાંથી ઓટો રિક્ષાની ચોરી કરનાર અને રિક્ષાને ભરૂચમાં આ રીક્ષા ખરીદનારા આમ બે ઇસમોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ દ્વારા 16 જેટલી રિક્ષાનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે.
સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે, સુરતના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી રિક્ષાની ચોરી કરનાર આરોપી સરથાણા વાલક પાટીયા નજીકથી પસાર થવાનો છે. ત્યારે ક્રાઈમ બ્રાન્ચ આ જગ્યા પર બાતમીના આધારે વોચ ગોઠવી હતી અને સમીર ઉર્ફે સલીમ શેખ નામના ઇસમને ચોરીની ઓટો રિક્ષા સાથે ઝડપી પાડ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સમીર ઉર્ફે સલીમની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે, તે જે ઓટો રિક્ષાની ચોરી કરતો હતો તે ભરૂચમાં રહેતા સોએબ મલિકને વેચી દેતો હતો. તેથી પોલીસ દ્વારા ભરૂચ ખાતેથી સોએબની પણ ધરપકડ કરવામાં આવી છે.

પોલીસે બંને આરોપીની ધરપકડ કરી 16 જેટલી રિક્ષાનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસની પૂછપરછમાં એવું પણ સામે આવ્યું છે કે, સમીર નામનો આરોપી પોતાના મોજશોખ પૂરા કરવા માટે શહેરના અલગ અલગ વિસ્તારમાંથી રિક્ષાની ચોરી કરતો હતો. આરોપી સમીરે પોલીસની પૂછપરછમાં કબુલાત કરી હતી કે, તે શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી રિક્ષાની ચોરી કરતો હતો અને ત્યારબાદ ભરૂચમાં રહેતા સોયબ કે જે છૂટકમાં ઓટો રિક્ષા રીપેરીંગનું કામ કરતો હતો. તેને આ ઓટો રિક્ષા વેચાણથી આપતો હતો અને ત્યારબાદ સોએબ ટોટલ લોસ થયેલી કે પછી સ્ક્રેપ થયેલી ઓટોરિક્ષાના કાગડો મેળવી તેના ચેસીસ નંબર આ ચોરી થયેલી રીક્ષા ઉપર લગાવી દેતો હતો અને તેઓ ચોરી કરેલી રીક્ષાને મોડીફાઇ કરી દેતા હતા. બંને આરોપીની ધરપકડ બાદ પુણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 6, લિંબાયત પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 2 અને ખટોદરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વાહન ચોરીના 3 આમ કુલ મળીને 11 ગુનાનો ભેદ સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઉકેલી કાઢવામાં આવ્યો છે.
આ પણ વાંચો:રાહુલ ગાંધીને મોદી સરનેમ કેસમાં સજા સંભળાવનાર સુરતના ચીફ જજનું પ્રમોશન સાથે રાજકોટમાં ટ્રાન્સફર
આ પણ વાંચો:મોજશોખ માટે મોબાઇલ સ્નેચિંગ અને બાઇક ચોરી કરતા પાંચ યુવકોની ધરપકડ
આ પણ વાંચો:ભાજપના વોર્ડ પ્રમુખે બાકી લાખો રૂપિયા ભાડું ન ચૂકવતા પાલિકાએ ફૂડ કોર્ટ સીલ કરી
આ પણ વાંચો:અભ્યાસથી કંટાળી વિદ્યાર્થિનીએ કર્યો આપઘાત
